હીરોઈનને ફોન આવ્યો ‘તમે સિલેક્ટ છો હવે કોમ્પ્રોમાઈઝ કરવાનું છે, સમજો છો ને કે હુું શું કહેવા. ‘

0
79

કોંકણી ફિલ્મ ‘Nachom-ia Kumpasar’માં ખુબ મહેનતનાં કારણે નેશનલ એવોર્ડ પોતાનાં નામે કરનાર અને સુરજ પંચોળી સાથે ફિલ્મ સૈટલાઈટ શંકર પુરી કરીને હાલમાં જ આવેલી બોલિવૂડની અભિનેત્રી પલોમી ઘોષે એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણે પોતાનાં પર વીતેલી આપવીતી સંભળાવી હતી.

પાછળનાં ઘણા સમયથી બોલિવૂડની અભિનેત્રીઓ યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. પોતાની સાથે બનેલી આ પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહી છે. આવી વાતો કર્યા પછી ઘણો બદલાવ પણ આવ્યો છે. ત્યારે પલોમી ઘોષે પણ પોતાનાં પર બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું એક વખત મને એજન્ટનો ફોન આવ્યો કે તમારું સિલેક્શન થઈ ગયું છે બસ હવે તમારે એક કોમ્પ્રોમાઈઝ કરવું પડશે.

અભિનેત્રીએ વાત કરી કે, હું એક સિનેમા ઘરની બહાર બેઠી હતી ત્યાં એક સજ્જન પુરૂષ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે તે હીરોઈનની તલાશ કરી રહ્યાં છે. તેણે મારા ફોટો માંગ્યા અને પુછ્યું કે તે સાઉથ ફિલ્મમાં કામ કરવા માંગ છો. તેણે પોતાનું મેઈલ આઈડી આપ્યું અને મે મારા ફોટો એમાં મોકલી આપ્યાં.

ત્રણ દિવસ બાદ મને તેનાં એજન્ટનો ફોન આવ્યો અને કહ્યું કે, મેડમ તમારુ સિલેક્શન થઈ ગયું છે. મે પુછ્યુ કે શું હું ફિલ્મ માટે સિલેક્ટ થઈ ગઈ છું? તો તેણે કહ્યું હા, આપ ફિલ્મ માટે ફાઈનલ થઈ ગયા છો. મે કહ્યું કે, મે તો કોઈ ઓડિશન પણ નથી આપ્યું, તો તેણે કહ્યું કે આપે જે ફોટો મોકલ્યો એનાં આધાર પર તમને સિલેક્ટ કરવામા આવ્યાં છે.

અભિનેત્રીએ આગળ કહ્યું, હા બરાબર હવે આગળ શું કરવાનું રહેશે. તેણે કહ્યું કે તમને તો ખબર છે ને કે અહીંયા બધું કઈ રીતે થાય છે. તમારે ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને મળવું પડશે. મે પુછ્યું કે શુટિંગનું કામ ક્યારે ચાલું થશે. તો તેણે કહ્યું કે તમને ખબર છે ને કે અહીંયા કઈ રીતે કામ થાય છે. અહીંયા બધાને કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. તો તમારે પણ ક્રોમ્પ્રોમાઈઝ કરવું પડશે. તમે સમજો છો ને કઈ રીતે કોમ્પ્રોમાઈઝ કરવાની હું વાત કરૂ છું, હવે તમને હું કઈ રીતે કહું.

અભિનેત્રી આગળ વાત કરે છે કે, મે આટલું સાંભળ્યું કે હું તરત હસવા લાગી અને મે કહ્યું કે, ભાઈ તમે રોન્ગ નંબર પર ફોન કર્યો છે, હવે તમે આ નંબર પર ક્યારેય કોલ ન કરતા. તેણે મારી વાત સાંભળીને કહ્યું કે, સોરી સોરી મેડમ, મે તમને ડિસ્ટર્બ કર્યો હો સોરી. આ પહેલો મોકો હતો કે જ્યારે મારી સાથે કોઈ ઓકવર્ડ વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here