Saturday, September 18, 2021
Homeરાજકીય નેતાઓ દ્વારા રેમડેસિવિર વહેંચવા મામલે હાઈકોર્ટે ફરી સરકારની ઝાટકણી કાઢી
Array

રાજકીય નેતાઓ દ્વારા રેમડેસિવિર વહેંચવા મામલે હાઈકોર્ટે ફરી સરકારની ઝાટકણી કાઢી

રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ફરી ઝાટકણી કાઢી છે અને સરકારને સવાલ કર્યા છે. જો રાજકીય નેતાઓ ઇન્જેક્શન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવામાં આવતા તેવો સવાલ કર્યો છે. આ સાથે જ રાજકીય પાર્ટીના સિનિયર નેતાઓ વિશે સરકાર શું ખુલાસા કરશે તેમ પણ કહ્યું છે.

હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સરકારને ટકોર કરી કે, ‘પરિવાર માટે બે રેમડેસિવિર ઇન્જેકશન લઇ જતા સામાન્ય માણસને પકડીને તેની સામે પાસા લગાવી દેવામાં આવે છે. તો પાંચ હજાર ઇન્જેક્શન લઇને બીજા શહેરમાં વહેંચી દેનાર રાજકીય પાર્ટીના સિનિયર નેતા વિશે સરકાર પાસે શું ખુલાસો છે. તેનો જવાબ નાગરિક પુરવઠા વિભાગ આપશે કે સરકાર તેવો પણ સવાલ કર્યો છે.’

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments