હાઇકોર્ટે કહ્યુ હોસ્પિટલોએ પોતાની જરૂરીયાતને પહોંચી વળવા પોતાનો ઓક્સિજન પ્લાન્ટ ધરાવવો જરૂરી

0
4

મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે ત્રીજી લહેર આવવાની શક્યતા છે આથી ખાનગી હોસ્પિટલોએ પોતાની જરૂરીયાતને પહોંચી વળવા પોતાનો ઓક્સિજન પ્લાન્ટ ધરાવવો જરૂરી છે. આખરે તેઓ દરદી પાસેથી ચાર્જ વસૂલે જ છેે.

સાંગલીની ખાનગી હોસ્પિટલે પોતાનો ઓક્સિજન પુરવઠો તૈયાર કર્યો હોવાના અખબારી અહેવાલની કોર્ટે નોંધ લીધી હતી. જો સાંગલીની ખાનગી હોસ્પિટલ આ કામ કરી શકતી હોય તો મુંબઈ, નાગપુર, પુણે અને ઔરંગાબાદ જેવા શહેરોની ખાનગી હોસ્પિટલો આ કામ કેમ કરી શકે નહીં? એવો સવાલ કોર્ટે કર્યો હતો. આ બાબતે સરકારનું શું કહેવું છે? એમ કોર્ટે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને સવાલ કર્યો હતો.

કોર્ટે કુંભકોણીને ૧૧ મે સુધીમાં કોર્ટને જાણ કરવા નિર્દેશ આપ્યો છે કે ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવા હોસ્પિટલને કેટલો વિસ્તાર જોઈએ અને કેટલો ખર્ચ થાય અને કયા ઉપકરણો જરૃરી છે.

કોવિડ-૧૯ સંબંધી વ્યવસ્થા અંગેની જનહિત અરજીઓની સુનાવણી ચાલી રહી હતી. કુંભકોણીએ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર પાસેથી રાજ્યને પુરતા પ્રમાણમાં રેમડેસિવીર મળી નથી રહી. રોજ ૫૧હજાર ઈન્જેક્શન જરૃરી છે પણ માત્ર ૩૫ હજાર જ મળે છે.

તમામ હોસ્પિટલોને આ ઈન્જેક્શન સમજી વિચારીને વાપરવાનો નિર્દેશ સરકારે આપ્યો છે. રાજ્યને ૧૮૦૪ મેટ્રીક ટન ઓકિસજન ફાળવાય છે એમાંતી ૧૨૦૦ મેટ્રીક ટન આપણે જ બનાવીએ છીઓ માત્ર ૬૦૦ મેટ્રીક ટન જ બહારથી મળે છે.

અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્ર સારું કરી રહી હોવાથી આ ઓક્સિજન અને રેમડેસિવીરના પુરવઠામાં સરકારે કટીબદ્ધ રહેવું જરૃરી છે ખાસ કરીને જ્યારે ત્રીજી લહેર અપેક્ષીત છે.

અન્ય રાજ્યોમાં ઓક્સિજનને અભાવે મૃત્યુ  થાય છે આપણે અહીંયા આવાા મૃત્યુ એક પણ થાય એવું જોઈતું નથી. કોર્ટે વધુ સુનાવણી ૧૨ મે પર રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here