કોરોના દેશમાં : હાઈકોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી, પૂછ્યું- તમારી પાસે કોરોના સામેની કોઈ રણનીતિ છે કે નહીં?

0
4

દિલ્હી હાઈકોર્ટે લોકોના એકઠા થવા પર અને ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાને લઈને કેજરીવાલ સરકારને ફટકાર લગાડી છે. કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા બેકાબૂ બની રહી છે. સરકાર પાસે તેને કાબૂમાં રાખવા માટે કોઈ રણનીતિ છે કે નહીં? કોર્ટે સરકાર પાસે છેલ્લાં બે સપ્તાહમાં કોરોનાને અટકાવવા માટેના ઉપાયો પરનો સ્ટેટ્સ રિપોર્ટ પણ માગ્યો છે.

હાઈકોર્ટે બુધવારે કહ્યું કે રાજધાનીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સીરો સર્વેના પરિણામ મુજબ દિલ્હીમાં દર ચોથી વ્યક્તિ સંક્રમિત થઈ ગઈ ચે. શહેરી રાજ્ય દિલ્હી સંક્રમણના કેસમાં કેરળ અને મહારાષ્ટ્રને પાછળ રાખી દીધા છે. બીજા રાજ્યોમાં પ્રતિબંધ વધારવામાં આવી રહ્યાં છે, પરંતુ દિલ્હી સરકાર તમામ સાવધાનીઓને હવામાં ઉડાવતા નિયમોમાં ઢીલ આપી રહી છે.

દેશમાં ઝડપથી ઘટી રહ્યાં છે એક્ટિવ કેસ

દેશમાં કોરોનાના આંકડાઓએ મંગળવારે મોટી રાહત આપી છે. એક દિવસમાં જ 10 હજાર 457 એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પાંચ લાખની નીચે આવી ગઈ છે. જો કે આ આંકડા છ લાખમાંથી પાંચ લાખ થવામાં 12 દિવસ લાગ્યાં છે, જે ગત એક લાખ કેસ ઘટવાની તુલનાએ પાંચ દિવસ વધુ છે.

17 સપ્ટેમ્બરે એક્ટિવ કેસ સૌથી વધુ 10.17 લાખ હતા, જે બાદ તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 21 સપ્ટેમ્બર 9.75 લાખ એક્ટિવ કેસ હતા. આ 8 ઓક્ટોબરે 8.93 લાખ થઈ ગયા. લગભગ એક લાખનો આ ગેપ ઘટવામાં સૌથી વધુ 17 દિવસ થયા હતા.

દેશમાં મંગળવારે 44 હજાર 724 નવા દર્દીઓ નોંધાયા, 54 હજાર 639 સંક્રમિત ઠીક થયા અને 511 મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ 86.35 લાખ નોંધાયા છે, જેમાંથી 70.11 લાખ દર્દીઓ સ્વસ્થ થયા છે, 1.27 લાખ દર્દીઓના મોત નિપજ્યા છે જ્યારે 4.94 લાખ હાલ સારવાર હેઠળ છે.

કોરોના અપડેટ્સ

  • દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 12 કરોડની પાર પહોંચી ગયો છે. જેમાંથી 7.10% લોકો સંક્રમિત થયા છે. શરૂઆતના બે કરોડ ટેસ્ટિંગમાં સૌથી વધુ 18.04 લાખ સંક્રમિત મળ્યા હતા. જે બાદ 3થી 4 કરોડ ટેસ્ટિંગમાં 16.57 લાખ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ વખતે 11થી 12 કરોડ ટેસ્ટિંગ થયા જેમાં સૌથી ઓછા 8.33 લાખ લોકો સંક્રમિત સામે આવ્યા.
  • ગોવા સરકારે 10 અને 12 ધોરણ સુધીની સ્કૂલ 21 નવેમ્બરથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તે માટે મંગળવારે ગાઈડલાઈન પણ જાહેર કરી હતી. એક ક્લાસમાં 12થી વધુ સ્ટૂડન્ટ્સ નહીં બેસાડી શકાય. તમામ ક્લાસ માટે અલગ અલગ શિફ્ટ નક્કી કરવામાં આવશે.
  • પંજાબ સરકારે રાજ્યમાં સ્વિમિંગને છોડીને અન્ય રમતોને ફરી શરૂ કરાવવાની મંજૂરી આપી દીધી છે. તે માટે મંગળવારે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 900 કેસ આવ્યા, 793 દર્દી સ્વસ્થ થયા અને 8નાં મોત નિપજ્યા છે. એક્ટિવ કેસમાં 99નો વધારો થયો. અત્યાર સુધીમાં 1 લાખ 79 હજાર 68 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 1 લાખ 67 હજાર 877 લોકો ઠીક થયા છે, 3042 દર્દીઓના મોત નિપજ્યા છે અને 8149ની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન

રાજ્યમાં મંગળવારે 1902 નવા કેસ સામે આવ્યા છે, 1709 દર્દીઓ ઠીક થયા છે અને 10 લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસમાં 183નો વધારો નોંધાયો. અત્યાર સુધીમાં 2 લાખ 15 હજાર 71 લોકો સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી 1 લાખ 96 હજાર 338 લોકો ઠીક થયા છે, 2008 દર્દીઓના મોત થયા છે અને 16 હજાર 725 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.

બિહાર

રાજ્યમાં મંગળવારે 798 નવા દર્દી નોંધાયા છે, 6517 લોકો સ્વસ્થ થયા અને પાંચ સંક્રમિતોના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 24 હજાર 275 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 2 લાખ 16 હજાર 601 લોકો ઠીક થયા છે. 1156 લોકોએ આ બીમારીને કારણે જીવ ગુમાવ્યા છે અને 6517 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં મંગળવારે 3791 નવા દર્દી નોંધાયા, 10 હજાર 769 લોકો ઠીક થયા છે અને 110 દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 17 લાખ 26 હજાર 926 લોકો સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી 15 લાખ 88 હજાર 91 લોકો સ્વસ્થ થયા છે, 45 હજાર 435 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 92 હજાર 461 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 2121 નવા કેસ આવ્યા, 2201 લોકો ઠીક થયા, 30નાં મોત થયા છે. અત્યાર સુધીમાં 5 લાખ 1 હજાર 311 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 4 લાખ 71 હજાર 204 લોકો સ્વસ્થ થયા છે અને 7261 દર્દીઓના મોત નિપજ્યા છે. હવે 22 હજાર 846 દર્દીઓ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here