ગુજરાત : રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ 580 કેસ, 25ના મોત, અમદાવાદમાં કેસ ઘટ્યા તો સુરતમાં કેસ વધ્યા

0
28
  • અત્યારસુધીમાં કુલ 27317 કેસ અને મૃત્યુઆંક 1664 અને 19359 દર્દી ડિસ્ચાર્જ થયા
  • અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15 કેસ
  • ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર, જામનગરમાં 8-8, વલસાડમાં 5 કેસ
  • રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 કેસ
  • મહેસાણા, જૂનાગઢમાં 2-2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ

રાજ્યમાં કોરોનાનો કેર અટકવાનુ નામ લેતો નથી. અમદાવાદ બાદ સુરત જિલ્લામાં પણ કેસોમાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસનો આંકડો 100થી વધુ આવી રહ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ 300થી નીચે 273 કેસ નોંધાયા છે તો સુરતમાં આજે 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 580 કેસ નોંધાયા છે. જે દરરોજ નોંધાતા કેસોમાં અત્યારસુધીમાં સૌથી વધારે છે. આજે 20 દર્દીના મોત થયા છે. તો 655 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 27317 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1664 અને આજ સુધીમાં કુલ 19359 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં ક્યાં કટેલા કેસ નોંધાયા

નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર, જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3, મહેસાણા, જૂનાગઢમાં 2-2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયો છે.

ગાંધીનગરમાં સચિવાલયમાં ક્લાસ 1 અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગરમાં સચિવાલયમાં ક્લાસ 1 અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વહીવટ વિભાગની પ્રોટોકોલ બ્રાન્ચના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

છેલ્લા 23 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)

 

કુલ 26,728 દર્દી, 1,639ના મોત અને  18,702 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 18,564 1,312 13,185
સુરત 3,057‬ 120 2,190‬
વડોદરા 1770 47 1,155‬
ગાંધીનગર 1,813‬ 23 340
ભાવનગર 189 13 128
બનાસકાંઠા 163 8 139
આણંદ 146 13 123
અરવલ્લી 167 14 129
રાજકોટ 181 5 95
મહેસાણા 209 10 120
પંચમહાલ 135 15 106
બોટાદ 71 2 60
મહીસાગર 124 2 107
પાટણ 140 11 91
ખેડા 118 5 81
સાબરકાંઠા 148 7 100
જામનગર 117 3 64
ભરૂચ 136 6 51
કચ્છ 112 5 76
દાહોદ 51 0 43
ગીર-સોમનાથ 53 0 46
છોટાઉદેપુર 41 1 35
વલસાડ 62 3 44
નર્મદા 46 0 23
દેવભૂમિ દ્વારકા 19 0 14
જૂનાગઢ 60 1 33
નવસારી 45 1 32
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 90 4 49
મોરબી 10 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 40 4 13
અન્ય રાજ્ય 57 1 8
કુલ 26,728 1,639 18,702