સુરત : અત્યાર સુધીના સૌથી વધુ 239 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5719 થયો, 3 મોત સાથે મૃત્યુઆંક 209

0
0
  • રત્નકલાકાર, દુકાનદાર સહિત પેરા મેડિકલ સ્ટાફમાં પણ કોરોના જોવા મળ્યો
  • જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન મસાલાની દુકાનો બંધ કરાવાશે-જયંતિ રવિ
  • પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર અચોક્કસ મુદત માટે ફરી બંધ

સુરત. કોરોના હોટ સ્પોટ બનતા શહેરમાં કુદકે ને ભુસકે પોઝિટિવની સંખ્યા વધી રહી છે. આજે સૌથી વધુ 239 કેસ નોંધાયા છે. જેમાંથી શહેરના 191 અને જિલ્લાના 48 મળીને કુલ 5719 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 5054 અને જિલ્લાના 635 કેસનો સમાવેશ થાય છે. કુલ મોત 3ની સાથે મૃત્યુઆંક વધીને 209 થયો છે. જેમાં શહેરના 190 અને જિલ્લાના 19નો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 133 અને જિલ્લામાંથી 26 લોકો કોરોનાને હરાવીને ઘરે ગયા છે. જેથી કોરોના મુક્ત થનારા લોકોની સંખ્યા 3548 થઈ છે. જેમાં જિલ્લાના પણ 333 લોકોનો સમાવેશ થાય છે. આજે રત્નકલાકાર,દુકાનદાર અને પેરામેડિકલ સ્ટાફને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે જે વિસ્તારમાં કોરોનાના કેસ વધુ આવશે ત્યાં પાન માવાની દુકાનો પણ બંધ કરાવવામાં આવશે.સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર અચોક્કસ મુદત માટે ફરી બંધ કરવામાં આવ્યું છે.

સ્મીમેરના ડોક્ટર સહિત 3 ડોક્ટર, વોર્ડ બોય અને લેબ ટેક્નિશિયન સંક્રમીત
વરાછા વિસ્તામાં રહેતા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને લાલદરવાજા ખાતે ક્લિનીક ચલાવતા ડોક્ટર, તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર સંક્રમીત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા સ્મીમેરના વોર્ડ બોયને પણ ચેપ લાગ્યો છે. તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ લેબોરેટરીમાં કામ કરતા લેબ ટેક્નિશિયનને પણ ચેપ લાગ્યો છે.

એલ એન્ડ ટીના 3 એન્જિનિયર સહિત 3 કર્મચારીઓ સંક્રમીત
રાંદેર વિસ્તારમાં રહેતા એલ એન્ડ ટીના એન્જિનિયર અને ટેક્નિશિયન તેમજ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા એલ એન્ડ ટીના સુપરવાઈઝર પણ સંક્રમીત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં જ રહેતા રિલાયન્સના કર્મચારીને પણ ચેપ લાગ્યો છે.

કપડાના દુકાનદાર, કેટરર્સ અને મોલના કર્મચારીને પણ ચેપ લાગ્યો
કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના દુકાનદાર અને કેટરર્સ સંક્રમીત થયા છે. તેવી જ રીતે ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ડિંડોલીના સુપર મોલમાં કામ કરતા કર્મચારીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here