રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં અને સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો

0
3

રાજકોટ : રાજયના મોટાભાગના વિસ્તારોની સાથે રાજકોટ જિલ્લામાં પણ મેદ્ય મહેર થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થયેલ આંકડાઓ અનુસાર તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૬ કલાક સુધીમાં રાજકોટ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કુલ ૩૩૮ મી.મી. વરસાદ પડી ચુકયો છે.

જેમાં સૌથી વધુ ધોરાજી તાલુકામાં ૩૫ મી.મી. અને સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં ૧ મી.મી. પડ્યો છે. તદઉપરાંત ઉપલેટા તાલુકામાં ૩૦ મી.મી., જેતપુર તાલુકામાં ૧૫ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૧૪ મી.મી. અને જસદણ તાલુકામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

ભાદર ૨ ડેમ ખાતે ગઇકાલે સાંજના ૫ વાગ્યાની સ્થિતિએ કુલ છ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ૨૪૯૬૪.૫૦ કયુસેક પાણી દરવાજામાંથી વહી રહ્યું છે. ભાદર-૨ ડેમ પર કુલ ટોટલ ૨૨ દરવાજા છે. હાલમાં ડેમની સપાટી ૫૩.૧૦ મીટર એટલે કે ૧૭૩૦ એમપી એફ.ટી કેપેસિટીએ છે હાલ ૫૩ મીટર લેવલે ડેમ ભરાયેલો છે. ભાદર ડેમ છલોછલ ભરાઈ જતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા પોરબંદર, તાલુકાના ૩૪ ગામોને પાણીની અછત નહી રહે,એમ ટેકનિકલ સુપરવાઇઝર એસ.આઈ.રાવલે જણાવ્યું છે.