ઐતિહાસિક નિર્ણય પર રામદેવે કહ્યું- બનાવીશું ભવ્ય રામ મંદિર, મસ્જિદ બનાવવામાં પણ મદદ કરે હિન્દુ ભાઈ

0
0

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દેશના તમામ હિન્દુ ધર્મગુરૂઓએ આનું સ્વાગત કર્યું છે. કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા ધર્મગુરૂઓએ જલ્દી ભવ્ય રામ મંદિરના નિર્માણની આશા વ્યક્ત કરી છે.

  • સુપ્રીમ કોર્ટે વિવાદીત જમીન રામલલાને સોંપી છે
  • હિન્દુઓને પણ મુસ્લિમો માટે બનાવવામાં આવેલ મસ્જિદના નિર્માણમાં મદદ કરવી જોઇએઃ રામદેવ
  • આ નિર્ણયને હાર-જીતની દ્રષ્ટિથી ન જોવોજોઇએઃ ભાગવત

બાબા રામદેવે કહ્યું કે,સમાજના લોકોને અંગત સદભાવનાનો પરિચય આપવાની અપીલ કરી છે. રામદેવે અપીલ કરતા કહ્યું છે કે હિન્દુઓને પણ મુસ્લિમો માટે બનાવવામાં આવેલ મસ્જિદના નિર્માણમાં મદદ કરવી જોઇએ.

શનિવારે અયોધ્યા મામલે નિર્ણય આવ્યા બાદ યોગ ગુરૂ બાબા રામદેવે આનું સ્વાગત કર્યું. નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતા રામદેવે કહ્યું કે કોર્ટનો નિર્ણય આવી ગયો છે, હવે અયોધ્યામાં ભવ્ય મંદિર બનશે. પરંતુ આપણે એવું કંઇ નથી કરવાનું કે જેનાથી સમાજમાં ડર અને આક્રોશ પેદા થાય. આપણે તે મર્યાદાઓનું પાલન કરવાનું છે જે મર્યાદાઓ સ્વયં ભગવાન શ્રીરામ જીવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here