સુરત : લાજપોર જેલમાં હત્યા કેસના HIV ગ્રસ્ત આરોપીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

0
0

શહેરમાં સચિન ખાતે આવેલી લાજપોર જેલમાં હત્યા કેસમાં બંધ એચઆઈવીગ્રસ્ત આરોપીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેલ તંત્ર દ્વારા આપઘાત કરનાર મોહમ્મદ આસિફના પરિવારને રાત્રે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

જેલ તંત્રએ પરિવારને રાત્રે અઢી વાગ્યે જાણ કરી
મળતી માહિતી પ્રમાણે, ઓક્ટોબર 2017માં એક યુવકની હત્યા કેસમાં મોહમ્મદ આસિફ મોહંમદ અન્સારી મોહંમદ ઈસાડ (ઉ.વ. 38)ની ધરપકડ કરી લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આસિફ લાજપોર જેલમાં બંધ છે. દરમિયાન તેને એચઆઈવી હોવાની જાણ થઈ હતી. જેની સિવિલ ખાતે દવાઓ પણ અવારનવાર લેવા માટે આવતો હતો. ગત રાત્રે અઢી વાગ્યે જેલ તંત્ર દ્વારા આસિફે આપઘાત કર્યો હોવાની જાણ કરી સવારે સિવિલ ખાતેથી મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

માનસિક તણાવમાં રહેતો હતો અને જામીન કરાવવા માટે કહેતો
આસિફની માતાએ જણાવ્યું હતું કે, મુગલીસરા રોડ પર આવેલી ખજૂરા વાડી ખાતે પરિવાર સાથે રહેતો હતો. આસિફનો એક મોટો ભાઈ અને બે બહેન છે. 2017માં હત્યા કેસમાં આસિફને લાજપોર જેલમાં ખસેડ્યો હતો. આસિફ એચઆઈવી પોઝિટિવ હોવાથી સિવિલ ખાતે દવા લેવા આવતો ત્યારે મળતો હતો. તે હંમેશા માનસિક તણાવમાં રહેતો હતો અને જામીન કરાવવા માટે કહેતો હતો. ત્રણ મહિના પહેલા 14 દિવસના પેરોલ પર છૂટી ઘરે આવ્યો હતો. ત્યારે પણ તે જામીન કરાવવાનું કહેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here