ગૃહરાજ્યમંત્રી ત્રણ BRTS રૂટનું જાત નિરીક્ષણ કર્યું

0
17

ગાંધીનગરઃ  અમદાવાદમાં બીઆરટીએસની બસ અને અન્ય વાહનો વચ્ચે વધતા જતા અકસ્માતો નિવારવા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં બીઆરટીએસ કોરિડોરમાં દાખલ થતાં વાહનચાલકો સામે કોગ્નિઝેબલ (ફોજદારી) ગુનો નોંધી પોલીસને ધરપકડ કરવાની સત્તા આપવાનો આદેશ કર્યો છે.


બેઠકમાં અકસ્માત ઘટાડવા ચર્ચા કરાઈ હતી. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ, વાહન વ્યવહાર અગ્ર સચિવ સુનયના તોમર, ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિ.કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલ સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે આ બેઠકમાં અકસ્માત ઘટાડવા ચર્ચા કરાઈ હતી.
ગૃહમંત્રીએ કહ્યું, બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત ઘટાડવા અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને ખાસ કમિટી રચાશે જેમાં મ્યુનિ. કમિશનર ઉપાધ્યક્ષ રહેશે જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર, સિટી એન્જિનિયર, ટ્રાફિકના જેસીપી સભ્યો હશે. આ કમિટી દર પંદર દિવસે મળશે અને રિવ્યૂ કરશે.
અકસ્માત માટે પંકાયેલા મ્ઇ્‌જી રૂટની ગૃહમંત્રી આજે મુલાકાત લીધી હતી. બીઆરટીએસના જે રૂટમાં અકસ્માત થવાનું સૌથી વધુ જોખમ છે અને ભૂતકાળમાં જ્યાં સૌથી વધુ અકસ્માતો થયા છે તેની યાદી કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંગળવારે આ સ્થળોની મુલાકાત લીધી છે.