અમદાવાદ : મ્યુ.કમિશનર નેહરા : હોમ ક્વોરન્ટાઈનમાંથી બહાર નીકળનારા સામે FIR કરાશે અને જેલમાં મોકલાશે

0
19

અમદાવાદ: હોમ ક્વોરન્ટાઈન કરાયેલા વધુ ચાર લોકોને મ્યુનિ. હેલ્થ વિભાગે સોલા સિવિલમાં દાખલ કરી દીધા હતા. બે દિવસમાં આ સંખ્યા 7ની થઈ છે. 14 દિવસ સોલા સિવિલમાં રહ્યા પછી આ તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી આવતાં તમામ લોકોને નિયમ મુજબ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહીં કરનાર દરેક સામે મ્યુનિ. પોલીસ ફરિયાદ કરશે.

અત્યાર સુધી એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવેલા કુલ 916 લોકો વિદેશથી આવ્યા છે. જે પૈકી 469 લોકો હજુ અંડર ઓબ્ઝર્વેશન છે. મ્યુનિ.ના દરેક કર્મચારીને પણ હોમ ક્વોરન્ટાઈન હેઠળ રહેલા લોકોની રોજિંદી તપાસ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વિભાગના અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપી કોરોના સામે તકેદારી રાખવા એલર્ટ કરાયા છે. જેમાં જરૂર પડે ઝોન હોમ ક્વોરન્ટાઈન ફેસિલિટી ઊભી કરવા તાકીદ કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગને આની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત હોટેલ કે પાર્ટી પ્લોટમાં જ્યાં પાણી અને જમવાની વ્યવસ્થા થઈ શકે તે તમામ સ્થળોએ ચેકિંગ કરી ત્યાં ક્વોરન્ટાઈન બેડ ઊભા કરવા આદેશ કરવામાં આવ્યો છે.

થૂંકવા બદલ સતત ત્રીજા દિવસે 1378ને 4.83 લાખ દંડ

રોડ પર થૂંકવા સામે મ્યુનિ.ની ત્રીજા દિવસે પણ ઝુંબેશ ચાલુ રહી હતી. બુધવારે કુલ 1378 લોકોને 4.83 લાખનો દંડ કરાયો હતો. સૌથી વધુ દંડ 272 લોકોને દક્ષિણ ઝોનમાં 1.30 લાખ વસૂલ કરાયો હતો. પૂર્વમાં 232, પશ્ચિમમાં 146, ઉત્તરમાં 204, ઉ. પશ્ચિમમાં 128 અને દ. પશ્ચિમમાં 181 લોકોને દંડ કરાયો હતો.

28ના રિપોર્ટ નેગેટિવ, 5ના બાકી

  • 33 દાખલ, 28નો રિપોર્ટ નેગેટિવ, 2નાં બાકી
  • 275200 ત્રિપલ લેયર માસ્ક
  • 9326 એન95 માસ્ક
  • 2954 પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટ કિટ
  • 3468 સેનિટાઈઝર
  • 112500 હેન્ડ ગ્લોવ્ઝ
  • 150 ઘરોમાં ફ્યુમિગેશન કરાયું

સામાન્ય લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી

તેમણે આગળ કહ્યું કે, આજથી આ અમલવારી શરૂ થઈ ગયો છે. એરપોર્ટ પર 24 કલાક કોર્પોરેશનની ટીમો કાર્યરત કરવામાં આવી છે. જે પણ વિદેશથી નાગરિક આવે છે તેઓને તપાસી ઘરમાં જ રહેવા સૂચન અને તેમના ઘરમાં ફ્યુમિગેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. કોરોનાને લઈ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે. જેમાં વધુ સુવિધા આપવામાં આવશે. હજુ 15 દિવસ સાવચેતી રાખવી જરૂરી છે. 150થી વધુ ઘરોમાં ફ્યુમિગેશન કરવામાં આવ્યું છે અને ડોક્ટરો માટે પણ જરૂરી સાધનો છે.

અમદાવાદ સ્ટેજ 0માં છે અને એક પણ કેસ નોંધાયો નથી
જ્યારે વિદેશથી આવેલા લોકો પોતાના ઘરે રહે તે ખૂબ જરૂરી છે. વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ પહેલા ઘરની બહાર નીકળશે તો પોલીસ ફરિયાદ થશે. આપણે સ્ટેજ 0માં છીએ અને એક પણ કેસ નોંધાયો નથી. 14 દિવસ સુધી હોમ કોરન ટાઇન કરવામાં આવી રહ્યા છે. 5 વ્યક્તિએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓને સોલા સિવિલ લઇ જવાયા છે. 450 લોકો માટે વ્યક્તિગત કર્મચારીની નિમણૂંક કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here