Video : પબ્લિક પ્લેસમાં ઇન્ટીમેટ થઇ આ હૉટ હસીના, Kiss કરવામાં એટલી મશગૂલ હતી કે ભૂલી ગઇ ભાન

0
15

રિઆલીટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ઇવેન્ટ કોઇપણ હોય કિમ લાઇમ લાઇટમાં આવવાની કોઇ તક છોડતી નથી. તાજેતરમાં જ તેણે પબ્લિક પ્લેસમાં એવું કંઇક કર્યુ જેને નજરે જોનારા દંગ રહી હયા. કિમ પબ્લિક પ્લેસ પર પોતાના પતિ કેની વેસ્ટ સાથે ઇન્ટીમેટ થતી નજરે આવી. પતિ સાથે તે લિફ્ટમાં જોવા મળી અને બંનેની આ હૉટ મોમેન્ટ કેમેરામાં કેદ થઇ. પબ્લિક પ્લેસ પર પતિ સાતે ઇન્ટીમેટ થતી કિમ કદાર્શિયનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

https://www.instagram.com/p/B8xU1EVB0OG/?utm_source=ig_embed

કિમ અને કેનીની આ મોમેન્ટ કેમેરામાં કેદ

હકીકતમાં આ બંને સ્ટાર્સ એક શૉપિંગ મૉલ પહોંચ્યા હતા. આ દરમિયાન પતિ સાથે કિમે શૉપિંગ કરી અને બંને એન્જોય કરતાં નજરે આવ્યા. ત્યારે એક લિફ્ટમાં જે ટ્રાન્સપરન્ટ હતી, કિમ અને કેની સવાર થયા. આ લિફ્ટમાં બંને કિસ કરતાં નજરે આવ્યાં. શૉપિંગ મૉલમાં આ અંદાજમાં કિમ અને કેનીને જોઇને ફેન્સે તેમની આ મોમેન્ટ કેમેરામાં કેદ કરી લીધી. લિફ્ટ ખુલતા જ કેની બહાર આવીને થોડો ભોઠો પડી ગયો પરંતુ કિમ બિંદાસ અંદાજમાં નજરે આવી. તેણે શૉપિંગ બેગ્સ ઉઠાવી અને કેની સાથે ચાલવા લાગીય આ બંનેનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

પોતે જ શેર કર્યો વીડિયો

કિમે આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કિમ ખૂબ જ બોલ્ડ અને સ્કીનટાઇટ ડ્રેસમાં નજરે આવી રહી છે. સાથે જ કેની પોતાના જાણીતા અંદાજમાં બ્લેક જેકેટ અને બ્રાઉન ટ્રાઉઝરમાં નજરે આવ્યો. કેનીએ પોતાના લુકને બ્લેક સનગ્લાસીસ સાથે કંપ્લીટ કરી છે. જો કે આ વીડિયોથી એક વાત સ્પષ્ટ છે કે આ પાવર કપલ પબ્લિક પ્લેસ પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં જરાં પણ ખચકાતા નથી.

કિમ પોતાનો આ શૉપિંગ લુક અને મૉલની કેટલીક તસવીરો ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણે કેપ્શનમાં મૉલનું નામ JPG જણાવ્યું છે.  કિમની વાત કરીએ તો તાજેતરમાં જ તે એક બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી હતી. આ ફોટોશૂટમાં તે બ્લેક બિકીની પહેરીને સમુદ્રમાં આગ લગાવતી નજરે આવી હતી. તેની આ તસવીર પતિ કેની વેસ્ટે જ ક્લિક કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here