Thursday, August 5, 2021
No menu items!
Homeઅંકલેશ્વરમાં અકસ્માત બાદ સુરત લવાયેલી શ્રીજીની વિશાળ પ્રતિમાનું વિસર્જન કરાયું
Array

અંકલેશ્વરમાં અકસ્માત બાદ સુરત લવાયેલી શ્રીજીની વિશાળ પ્રતિમાનું વિસર્જન કરાયું

અંકલેશ્વરમાં ગણપતિની પ્રતિમાને લઇ જતા સમયે આઠ લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને બે યુવકોના મોત થયા પછી ગણપતિની એ પ્રતિમાની સ્થાપનાના સુરતના એક ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. સ્થાપના કર્યાના ચાર દિવસ પછી આજે વિસર્જન કરવામાં આવ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે ચાલતા વિવાદના કારણે આ પ્રતિમાનું ચાર દિવસમાં જ વિસર્જિત કરવામાં આવ્યું.

એક રીપોર્ટ અનુસાર અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા ગણેશજીની POPની મહાકાય મૂર્તિ લાવવામાં આવી હતી. આ મૂર્તિને કેટલાક યુવકો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લઇ જઈ રહ્યા હતા, તે સમયે આદર્શ માર્કેટ નજીક આવેલા હાઈટેન્શનના તારના કારણે મૂર્તિની આસપાસ રહેલા અને તારને દૂર કરવા મૂર્તિ પર ચડેલા કુલ આઠ જેટલા યુવકોને વીજ કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં બે યુવકોના મોત નીપજ્યા હતા. આ ઘટના પછી ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનોએ એ પ્રતિમાની સ્થાપના કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સુરતના સૈયદપુરા માછીવાડના કેટલાક યુવકોએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવાનો વિચાર કર્યો હતો.

સૈયદપુરા માછીવાડના યુવકો આ મૂર્તિને અંકલેશ્વરથી સુરત લઇ આવ્યા હતા અને જે દિવસે મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. તે દિવસે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જો કે, સૈયદપુરાની નાની ગલીમાં આ મૂર્તિ ન આવતા તેનું સ્થાપન શેરીના નાકા પર મંડપ બનાવીને બીજા દિવસે કરવામાં આવ્યું હતું. મૂર્તિનું સ્થાપન થયા પછી પોલીસ અને સૈયદપુરાના યુવક મંડળના યુવકો વચ્ચે વિવાદ ચાલતો હતો.

આ વિવાદ એ હતો કે, ગણેશજીની મહાકાય પ્રતિમા POPની હોવાના કારણે પોલીસ દ્વારા આ પ્રતિમાનું વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું હતું અને ગણેશ મંડળ દ્વારા પ્રતિમાનું વિસર્જન કરવાનો ઇનકાર કરવામાં આવતો હતો. આ સમગ્ર મામલે દિન પ્રતિદિન પોલીસનું પ્રેસર વધવાના કારણે ગણેશ મંડળ દ્વારા પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવમાં આવ્યો હતો, જેથી આ પ્રતિમાને હજીરાના દરિયા તરફ લઇ જવામાં આવી હતી અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે મોટી ક્રેન દ્વારા આ ગણેશજીની મહાકાય પ્રતિમાના દરિયામાં વિસર્જિત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments