Thursday, August 5, 2021
No menu items!
Homeઅમદાવાદ : બાથરૂમમાં સંબંધ બનાવવાની ના પાડી તો પતિએ માર માર્યો
Array

અમદાવાદ : બાથરૂમમાં સંબંધ બનાવવાની ના પાડી તો પતિએ માર માર્યો

(અહેવાલ : રવિ કાયસ્થ)

ગુજરાતના અમદાવાદથી પતિ-પત્નીના સંબંધોને શર્મનાક કરે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેના પતિ સામે જાતીય સતામણીનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરવા બદલ તેના પતિએ તેને ઘણી વખત માર માર્યો હતો. તેણે સાસરિયાઓ પર દહેજ માટે ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

જબરજસ્તી સંબંધ બનાવતો હતો

રિપોર્ટ્સ અનુસાર, આ કેસ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનનો છે. ગોમતીપુરની રહેવાસી આ મહિલાના લગ્ન 4 મહિના પહેલા અમદાવાદમાં ભાવનગરના એક યુવાન સાથે થયા હતા. મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તે શારીરિક સંબંધ બાંધવા માટે તેને ઘણી વખત બળજબરીથી બાથરૂમમાં લઈ જતો હતો. મહિલાએ કહ્યું, જ્યારે પણ તે બાથરૂમમાં શારીરિક સંબંધ બાંધવાની ના પાડી ત્યારે તે મને ખરાબ રીતે માર મારતો અને જબરજસ્તી શારીરિક સંબંધ બનાવતો હતો.

પતિના ભાઈ પર પણ ગંભીર આરોપ

મહિલાએ પતિના મોટા ભાઈ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે જ્યારે પણ તે ઘરે એકલી રહેતી હતી ત્યારે તેના પતિના મોટા ભાઈ તેને પજવતા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે લગ્ન પછી જ તેના સાસરિયાઓએ તેને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાએ કહ્યું કે હંમેશાં તેને અડધી રાત્રે જગાડી દેતા અને તેના પિતા પાસેથી દહેજ માંગી લાવવામાં માટે કહેતા હતા.

સાસરી પક્ષના 5 લોકો સામે કેસ

પતિ અને સાસરિયાઓથી કંટાળી ગયેલી પીડિતા ગોમતીપુરમાં તેના પિતા પાસે પાછો આવી અને પછી પોલીસનો સંપર્ક કર્યો. ગોમતીપુર પોલીસે મહિલાના પતિ અને 4 સાસરિયાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 498A, 354 (ઉત્પીડન), 323, 114 અને 294B હેઠળ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments