રાજકોટ : પતિએ સળિયા મારી પત્નીને પતાવી દઇ મૃતદેહ કણકોટ રિંગ રોડ પર ફેકીં દીધો

0
9

રાજકોટના ગાયત્રીનગર-2માં રહેતા તરૂણાબેન બાલકૃષ્ણ ટાંક (ઉ.વ.33)નો મૃતદેહ નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કણકોટ પાસેથી મળી આવ્યો હતો. આ અંગે મૃતકના પિતા રામજીભાઇ રાઠોડે આક્ષેપ કર્યો છે કે, ગત બુધવારે મારી દીકરીને તેનો પતિ કોઠારીયા નવા મકાનની સાઇટ પર લઇ ગયો હતો અને ત્યાં જ સળિયાથી હત્યા કરી મૃતદેહ કારની ડેકીમાં નાંખી ફેંકી આવ્યો હતો. રામજીભાઇએ આ અંગે આજીડેમ પોલીસમાં જમાઇ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

મૃતક અને તેના પતિની ફાઇલ તસવીર, કણકોટ પાસેથી મૃતહે મળતા પોલીસે કબ્જે કરી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

જમાઇનું બીજી સ્ત્રી સાથે લફરૂઃ મૃતકના પિતા

રામજીભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ગઇકાલે ગુરૂવારે રાતે હું બહારગામ હતો ત્યારે મારા જમાઇ બાલકૃષ્ણ વેલજીભાઇ ટાંકના મોટાભાઇ પરેશભાઇએ મને ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરી તરૂણાને તેનો પતિ કોઠારીયામાં નવા બનેલા મકાનની સાઇટ પર લઇ ગયો હતો. ત્યાંથી જે જાણ બહાર નીકળી ગયા હતા. દરમિયાન આજે તરૂણાનો મૃતદેહ કણકોટ પાસેથી મળી આવ્યો છે. મારા જમાઇને બીજી સ્ત્રી સાથે લફરૂ છે. તેણે તેનું નામ પણ પોતાની છાતી પર ત્રોફાવ્યું છે. મારી દીકરીના  લગ્ન 11 વર્ષ પહેલા બાલકૃષ્ણ સાથે થયા હતા. તેને સંતાનમાં બે પુત્ર છે. બાલકૃષ્ણ બાધકામનો ધંધો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here