Monday, October 18, 2021
Homeહ્યુન્ડાઇની આ કારે લૉન્ચિંગ પહેલાં જ કર્યો ધમાકો, એક સપ્તાહમાં 10,000થી વધુ...
Array

હ્યુન્ડાઇની આ કારે લૉન્ચિંગ પહેલાં જ કર્યો ધમાકો, એક સપ્તાહમાં 10,000થી વધુ કારનું બુકિંગ

હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta) એ ભારતીય બજારમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ એસયુવીને જબરદસ્ત રિસપોન્સ મળ્યો છે. હવે નવી હ્યુન્ડાઇ ક્રેટા ભારતીય બજારમાં 17મી માર્ચના રોજ લોન્ચ થશે. આ નવી કાર લોન્ચિંગ પહેલાં જ છવાય ગઇ છે.

હ્યુન્ડાઇની તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવી ક્રેટાને એક સપ્તાહની અંદર 10,000થી વધુ બુકિંગ મળ્યા છે. મતલબ એ કે 10000થી વધુ લોકોએ ખરીદીમાં દિલચસ્પી દેખાડી છે.

કંપનીના અધિકારી તરૂણ ગર્ગે કહ્યું કે અમે દેશમાં અમારા વિભિન્ન કેન્દ્રો પર ગ્રાહકો સાથે ગાડીને લઇ પૂછપરચ્છ મળી રહી છે. આપને જણાવી દઇએ કે ક્રેટાને ગયા મહિને ઓટો એક્સપોમાં રજૂ કરાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે આ 5 નવા BS-VI પાવરટ્રેડ ઓપ્શનમાં બજારમાં આવશે. નવી ક્રેટામાં વોઇસ કંટ્રોલ સ્માર્ટ પેનોરેમિક સનરૂફ, એડવાન્સડ LED હેડલેમ્પ, બ્લુ લિંક કનેક્ટિવિટી ફીચર્સ, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, બોસ સાઉન્ડ સિસ્ટમ (8 સ્પીકર્સ) સહિત કેટલાંય ફીચર્સ મળશે.

જો કિંમતની વાત કરીએ તો તેના ટોપ વર્ઝનની કિંમત 17 લાખ સુધી જઇ શકે છે. જો કે લોન્ચિંગ બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments