હ્યુન્ડાઇ ક્રેટા ટૂંક સમયમાં જ 7 સીટર વર્ઝનમાં લોન્ચ થશે, નવાં મોડેલની કિંમતમાં ₹1 લાખ વધવાની શક્યતા.

0
8

આ વર્ષની શરૂઆતમાં હ્યુન્ડાઇ ક્રેટાને એક જનરેશન અપડેટ મળી છે. મિડ સાઇઝ SUVનું નવું જનરેશન મોડેલ સંપૂર્ણ રીતે નવાં પ્લેટફોર્મ પર બેઝ્ડ છે, જેનો ઉપયોગ સહેજ મોટાં વાહનો સાથે પણ થઈ શકે છે. તેથી, હ્યુન્ડાઇના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ક્રેટાના 7 સીટર વર્ઝનને માર્કેટમાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. 7 સીટર ક્રેટાની ટક્કર માર્કેટમાં પહેલેથી આવતી MG હેક્ટર પ્લસ અને અપકમિંગ ટાટા ગ્રેવિટાસ સાથે જોવા મળશે.

ટેસ્ટિંગ દરમિયાન મોડેલ અનેકવાર સ્પોટ થયું

  • કારના કેમોફ્લેજ્ડ ટેસ્ટ મોડેલને ટેસ્ટિંગ દરમિયાન અનેક વાર સ્પોટ કરવામાં આવી ચૂક્યું છે, જેનાથી તેની ડિઝાઇન વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો જાહેર થઈ છે.
  • ટેસ્ટિંગ મોડેલને જોઇને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે 7 સીટર ક્રેટામાં અપડેટેડ ફ્રન્ટ ગ્રિલ, રિઅરમાં ફ્લેટર રૂફ, એડિશનલ રિઅર ક્વાર્ટર, રિ-ડિઝાઇન સી-પિલર અને સાથે એક મોટું રિઅર ઓવરહેન્ગ મળશે. આ ઉપરાંત, આ થ્રી રૉ SUVમાં રિ-ડિઝાઇન્ડ ટેલલેમ્પ પણ આપવામાં આવ્યા છે.

એડવાન્સ્ડ ફીચર્સ

  • એક્સ્ટ્રા સીટ્સ ઉપરાંત કેબિન લેઆઉટ 5 સીટર ક્રેટા કરતાં થોડી મોટી હોવાની ધારણા છે.
  • સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 10.25-ઇંચની ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બોઝ સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, પાવર્ડ ડ્રાઇવર સીટ અને એર પ્યૂરિફાયર જેવાં ફીચર્સ આપવામાં આવી શકે છે.

એન્જિન ડિટેલ્સ

  • ક્રેટા અત્યારે ત્રણ પાવરટ્રેન સાથે આવે છે, જેમાં 1.5PS/144Nm પર 1.5 લિટર એનએ પેટ્રોલ યૂનિટ, એક 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 140PS પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, 1.5 લિટર ડીઝલ એન્જિન સામેલ છે, જે 115PS અને 250Nm પાવર આઉટપુટ આપે છે.
  • 7 સીટર હ્યુન્ડાઇ ક્રેટા 1.4 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે લોન્ચ થવાની સંભાવના છે. ડીઝલ એન્જિનને સંભવતઃ 6 સ્પીડ MT અને 6 સ્પીડ AT સાથે આપવામાં આવશે, જ્યારે ટર્બો-પેટ્રોલ યૂનિટને સ્ટાન્ડર્ડ 7 સ્પીડ DCT સાથે રજૂ કરવામાં આવી શકે છે.

કિંમત કરન્ટ મોડેલ કરતાં એક લાખ રૂપિયા વધારે હોઈ શકે છે
કરન્ટ 5 સીટર હ્યુન્ડાઇની એક્સ શો રૂમ કિંમત 9.81 લાખ રૂપિયાથી 17.31 લાખ રૂપિયા છે. જો કે, તેનું 7 સીટર વર્ઝન કરન્ટ મોડેલ કરતાં લગભગ 1 લાખ રૂપિયા મોંઘું હોઈ શકે છે.
હ્યુન્ડાઇ ‘અલકેઝર’ (Alcazer)ને ઇન્ડિયન માર્કેટમાં વર્ષ 2021ના મિડમાં લોન્ચ કરે એવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here