ક્રિકેટ : ભારત-પાકિસ્તાનની મેચ વગર ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ મતલબ નથી: વકાર યુનુસ

0
12

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “ભારત-પાકિસ્તાનની મેચ વગર ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ મતલબ નથી.” વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ 9 દેશ, 6 બાઇલેટરલ સીરિઝ રમશે અને તેના અંતે ટોપ 2 ટીમ વચ્ચે જૂન 2021માં ઇંગ્લેન્ડ ખાતે ફાઇનલ રમાશે.

વકારે કહ્યું કે, હું સમજુ છું કે બંને દેશ વચ્ચે ગવર્મેન્ટ લેવલે સ્થિતિ ગંભીર છે. પરંતુ ICCએ પ્રોએક્ટિવ રોલ પ્લે કરીને બંને દેશ વચ્ચે સીરિઝ ગોઠવવાની જરુર હતી. તેમણે તેવું કઈ કર્યું નથી અને હવે મારા પ્રમાણે ભારત-પાકિસ્તાનની મુકાબલા વગર ચેમ્પિયનશિપનો કોઈ મતલબ નથી.

વકાર પોતાના 14 વર્ષના ક્રિકેટ દરમિયાન 87 ટેસ્ટ અને 262 વનડે રમ્યા, જોકે ભારત સામે સૌથી લાંબા ફોર્મેટમાં માત્ર 4 ટેસ્ટ રમી શક્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, પહેલેથી આવું જ રહ્યું છે. તેથી ભારત સામે ટેસ્ટ ડેબ્યુ કરવું મારા માટે ખાસ છે.

ભારતીય ફાસ્ટ બોલિંગના વખાણ કર્યા

ભારતનું ફાસ્ટ બોલિંગ એટેક પહેલા જેવું રહ્યું નથી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા તેમને ટોપ પર લાવ્યા છે. ત્રણેય 140થી વધુની ઝડપે સતત લાંબા સ્પેલ નાખી શકે છે. ટેસ્ટમાં તેમનું કોમ્બિનેશન સેટલ્ડ છે. વ્હાઇટ બોલ ફોર્મેટમાં તેઓ રોટેશન પોલિસી પ્રમાણે અન્યને સારી તક આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here