Sunday, April 27, 2025
Homeઅંબાજી માં માતાજી ની નહીં શિવજી ની પ્રતિમા બનાવવાની વિચારણા
Array

અંબાજી માં માતાજી ની નહીં શિવજી ની પ્રતિમા બનાવવાની વિચારણા

- Advertisement -

પાલનપુર: જગવિખ્યાત જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં માતાજીના સ્ટેચ્યૂને લઈને વિવાદ વધતા વહીવટીતંત્રે હવે ફેરવી તોળ્યું છે. લોક જુવાળ બાદ હવે માતાજીના સ્ટેચ્યૂના બદલે શંકર ભગવાનની પ્રતિમા બનાવવાની વિચાર ણા કરાઈ રહી છે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે મા અંબાનું સ્થાન મંદિરમાં જ રહેશે જ્યાં થીમ પાર્ક બનવાનું છે ત્યાં શંકર ભગવાનના સ્ટેચ્યૂ અંગે જુદા જુદા રાજ્યોના સ્ટેચ્યૂ જોયા બાદ નિર્ણય લેવાશે.

28 જુને નિર્ણય
મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સ્ટેચ્યૂનો નિર્ણય લેવાયો
અંબાજી ના વિકાસ માટે 28 જૂને મંત્રી વિભાવરીબેન દવેએ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં અંબાજીના જુદાજુદા વિકાસલક્ષી કામો અને માતાજીના સ્ટેચ્યૂની ચર્ચા કરાઈ હતી. મિટિંગનો આ અહેવાલ માહિતી ખાતાની પ્રેસનોટ થકી પ્રસિદ્ધ કરાયો હતો.
ગબ્બર પગથીયા નવિનીકરણ પ્રોજેકટ, ભોજનાલય-પ્રસાદગૃહ બનાવવા, ભીડ અને ટ્રાફિક સમસ્યા નિવારણ, અંબાજીનું સ્પોર્ટસ સંકુલ ટ્રસ્ટને સોંપવા અંગે, એસ.ટી. વિભાગની બિન ઉપયોગી જમીન અંબાજી ટ્રસ્ટને સોંપવા અંગે, માતાજીના સ્ટેચ્યૂ નિર્માણ બાબત
01 જુલાઇએ લોકોનો વિરોધ
અંબાજીમાં માતાજીનું સ્ટેચ્યૂ બનવા ન દેવાય એવો એક સુર લોકોમાં વ્યક્ત થયો
યાત્રાધામ અંબાજીમાં માતાજીનું સ્ટેચ્યૂ બનવા ન દેવાય એવો એક સુર લોકોમાં વહેતો થયો.
આ મુદ્દો સમાચાર માધ્યમોમાં પણ ચમક્યો.અનેક પ્રતિષ્ઠિત આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી અને માતાજીનું સ્થાન મંદિરમાં શોભે જાહેરમાં નહીં તે સ્પષ્ટપણે દર્શાવ્યું. આ ઉપરાંત ઉપરાંત મંગળવારે
એનએસયુ દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું હતુ.
માતાની મૂર્તિ મંદિરમાં જ શોભે તેનું સ્ટેચ્યૂં ન બનાવાય તેવો સુર વ્યકત થતાં તંત્રએ છેવટે નિર્ણય બદલ્યો.ભક્તોએ પોતાની માં અંબા પ્રત્યે ભાવના સ્પષ્ટપણે દર્શાવી.
03 જુલાઇએ તંત્ર ઝુક્યું,નિર્ણય ફેરવી તોડ્યો
લોકજુવાળ બાદ તંત્રએ નિર્ણય બદલ્યો માતાનું સ્ટેચ્યૂ નહીં બનાવાય

જગવિખ્યાત જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં માતાજીના સ્ટેચ્યૂને લઈને વિવાદ વધતા વહીવટીતંત્રે હવે ફેરવી તોળ્યું છે. અને હવે માતાજીના સ્ટેચ્યૂના બદલે શંકર ભગવાનના સ્ટેચ્યૂની વાર્તા મંડાઈ છે. શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે મા અંબાનું સ્થાન મંદિરમાં જ રહેશે જ્યાં થીમ પાર્ક બનવાનું છે ત્યાં શંકર ભગવાનના સ્ટેચ્યૂ અંગે જુદા જુદા રાજ્યોના સ્ટેચ્યૂ જોયા બાદ નિર્ણય લેવાશે. હકીકતમાં અંબાજી આવેલા મંત્રી વિભાવરીબેન દવે એ અધિકારીઓ સાથે બેઠક દરમિયાન મા અંબાના પ્રતિમાની ચર્ચા કરતા માહિતી ખાતાએ બેઠકની પ્રેસનોટ જાહેર કરી હતી જેમાં માતાજીના સ્ટેચ્યૂનો ઉલ્લેખ કરાતા ભક્તોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. જે ભક્તોના દુઃખ હરી લે છે એ માઁ અંબા પ્રત્યે લોકોને અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે. મા અંબા પ્રત્યેની લાગણી એટલી અતૂટ છે કે તેનું સહેજ પણ અપમાન ભક્તો સહન કરતા નથી. જેવી માતાજીના સ્ટેચ્યૂ ની વાત માહિતી ખાતાની પ્રેસનોટ થકી ભક્તો સમક્ષ આવી તેવી તરતજ તંત્રના વિચિત્ર ગતકડાં સામે લોકોએ ખુલીને પોતાની પ્રતિક્રિયા રજૂ કરી, દિવ્ય ભાસ્કર આ બાબત ઉઠાવી જે ભક્તોની ભાવના છે તે સ્પષ્ટપણે દર્શાવી. અને ચોથા દિવસે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સી.જે.ચાવડા એ જણાવ્યું કે “અંબાજી ધામમાં માં અંબા ની પ્રતિમા મંદિરમાં જ રહેશે. માતાજીનું કોઈ સ્ટેચ્યૂ જાહેરમાં નહીં બનાવાય. થીમ પાર્કમાં શંકર ભગવાનના જુદા જુદા લાક્ષણિક મુદ્રા અંગેની પ્રતિમા જુદા જુદા રાજ્યોમાં બનેલી પ્રતિમાના અભ્યાસ કર્યા બાદ બનાવવા સરકારમાં દરખાસ્ત કરાશે. આ ઉપરાંત પણ અનેક માળખાકીય સવલતો યાત્રાધામ અંબાજીમાં ઉભી કરવામાં આવી રહી છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular