Sunday, February 16, 2025
HomeNATIONALNATIONAL : IMFએ ભારતની ઈકોનોમી 7 ટકાના દરે વધશે તેવું અનુમાન વ્યક્ત...

NATIONAL : IMFએ ભારતની ઈકોનોમી 7 ટકાના દરે વધશે તેવું અનુમાન વ્યક્ત કર્યું

- Advertisement -

IMF અનુસાર, નાણાકીય વર્ષ-2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. જુલાઈ મહિનામાં પણ, સંસ્થાએ આ નાણાકીય વર્ષ માટે 7% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો, જે એપ્રિલ મહિના માટે તેના અનુમાન કરતાં 0.2 ટકા વધુ વૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ-2025 માટે સાત ટકા વૃદ્ધિ દરનો પણ અંદાજ છે.

દેશની અર્થવ્યવસ્થાને લઈ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે, આઈએમએફે અનુમાન લગાવ્યું છે. આઈએમએફ અનુસાર નાણાકીય વર્ષ-2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા સાત ટકાના દરથી વિકાસ કરી શકે છે. જુલાઈ મહિનામાં પણ સંસ્થાએ આ નાણાકીય વર્ષ માટે 7 ટકાની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું. જે એપ્રિલ મહિનાની આગાહીથી 0.2 ટકા વધુ વૃદ્ધિ દર્શાવે છે. આ સિવાય નાણાકીય વર્ષ-2025 માટે સાત ટકાના વૃદ્ધિ દરનું અનુમાન છે જ્યારે વર્ષ-2026 માટે 6.5 ટકા નક્કી અનુમાન દર્શાવ્યું છે. જે એડવાન્સ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ બંને માટે વિકાસ અનુમાનોને પાર કરી ગઈ છે. વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં 2024માં 3.2 ટકા સુધી ઓછું થવાનું અનુમાન છે, જે ગત વર્ષે 3.3 ટકા હતી.

IMF રિપોર્ટમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પડકારો અને ગ્રાહકોનો ઓછો વિશ્વાસ હોવા છતાં ચીનની વૃદ્ધિ અનુમાનમાં થોડો ઘટાડો 4.8% થયો છે. આ ગોઠવણ અપેક્ષિત નેટ નિકાસ કરતાં વધુ સારી થવાને આભારી છે. તેનાથી વિપરિત, 2024માં બ્રાઝિલ અને રશિયા માટે આર્થિક અનુમાન અનુક્રમે 3% અને 3.6% કરવામાં આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સનું આર્થિક ઉત્પાદન પણ 2.8% વધવાનું અનુમાન છે.

ભારત માટે ઑક્ટોબરના સાપેક્ષમાં નાણાકીય વર્ષ-2025 માટે 4.4% અને નાણાકીય વર્ષ-2026 માટે 4.1% ફુગાવાનો દર અનુમાન કર્યો છે.આરબીઆઈની તાજેતરની મોનેટરી પોલિસી કમિટી (MPC) સમીક્ષામાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાલુ નાણાકીય વર્ષ માટે તેનો વિકાસ અંદાજ 7.2 ટકા જાળવી રાખ્યો હતો, જે તેણે મજબૂત વપરાશ અને રોકાણના વલણને આભારી છે. વૈશ્વિક વૃદ્ધિ અનુમાન 2024 અને 2025 માટે 3.2 ટકા પર સ્થિર રહે છે, જુલાઈમાં અગાઉના 3.3 ટકાના અનુમાનની સરખામણીમાં વર્ષ-2025 માટે 10 બેસિસ પોઈન્ટના 3.2 ટકાના સહેજ ડાઉનવર્ડ એડજસ્ટમેન્ટ સાથે દર્શાવ્યું છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular