રક્ષા ક્ષેત્રના 101 ઉપકરણની આયાત પર રોક, રક્ષા ક્ષેત્ર બનશે આત્મનિર્ભર : રક્ષામંત્રી રાજનાથ સિંહ

0
5

રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેન્દ્રીય રક્ષા મંત્રીએ કહ્યું છે કે સંરક્ષણ મંત્રાલય હવે આત્મનિર્ભરતાની પહેલ કરવા તૈયાર છે. સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે એમઓડી 101 થી વધુ વસ્તુઓ પર આયાત પ્રતિબંધ લાવશે. એટલે કે 101 ઉપકરણો ભારતમાં જ બનશે.

લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલને લઈને ચીન સાથેના તણાવ વચ્ચે રક્ષા મંત્રીની આ જાહેરાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રક્ષા ક્ષેત્રના ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે 101થી વધુ વસ્તુઓની આયાત અટકાવી તેનું નિર્માણ ભારતમાં જ કરવાની જાહેરાત આજે કરવામાં આવી છે.