ગૌહત્યા નહીં રોકાય તો મોબ લિંચિંગની ઘટનાઓ વધશે: ટી રાજારામ

0
0

હૈદરાબાદ, તા.19 ઓગસ્ટ 2019, સોમવાર

તેલંગાણાના ભાજપી ધારાસભ્ય અને રામ યુવા સેનાના સ્થાપક ટી રાજારામે રવિવારે (18ઑગસ્ટે) નવો વિવાદ છેડતાં એવું વિધાન કર્યું હતું કે કેન્દ્ર સરકાર તત્કાળ ગૌહત્યા રોકે નહીંતર મોબ લિંચિંગની ઘટનાઓ સતત વધતી રહેશે.

રાજાએ કહ્યું કે કેટલાક સમૂહના લોકેા હમ દો હમારે પચીસમાં માને છે અને છડેચોક જાહેરમાં ગાયની હત્યા કરી રહ્યા છે. એમને તત્કાળ રોકવા જોઇએ. નહીંતર મોબ લિંચિંગ જેવી ઘટનાઓ સતત વધતી રહેશે. ભારત અખંડ રાષ્ટ્ર બને અને ગૌહત્યા પર કાયમી પ્રતિબંધ આવે એવી પ્રાર્થના સાથે હું અહીં આવ્યો છું.

રાજા પ્રસિદ્ધ તાંત્રિક ગણાતા ધર્મસ્થળ બગલામુખી મંદિરમાં આવ્યા હતા. એક હિન્દી ટીવી ચેનલ સાથે વાત કરતાં રાજાએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ગાયને પૂજ્ય ગણવામાં આવે છે. ગાયમાં 33 કરોડ દેવીદેવતાનો વાસ હોવાની માન્યતા પણ છે.

કેટલાક લોકો જાણે કરીને બહુમતી હિન્દુઓની માન્યતાને ઠેસ પહોંચાડવા જાહેરમાં ગાયને કાપીને એનું માંસ વેચે છે. આ નિંદ્ય ઘટના હવે તત્કાલ રોકવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here