વડોદરા : માંજલપુરમાં રિક્વરી એજન્ટ ટાર્ગેટ પૂરો ન કરી શકતા માર માર્યાનો બનાવ ફતેગંજ પોલીસ મથકે નોંધાયો.

0
7

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી હોમ લોન એજન્સીના મેનેજર સહિતની ટોળકી દ્વારા રિકવરી એજન્ટ ટાર્ગેટ પૂરો ન કરી શકતા ઢોર માર માર્યાનો બનાવ ફતેગંજ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે મેનેજર સહિત ચાર શખ્સો વિરુદ્ધ મારામારી, ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અપશબ્દો બોલ્યા હતા

શહેરના આજવા રોડ પર આવેલ સુરભી પાર્કમાં રહેતા જીતેન્દ્રભાઈ છુગાણી છેલ્લા છ મહિનાથી માંજલપુર વિસ્તારમાં આવેલી સ્પાર્ક એન્ટરપ્રાઇઝ એજન્સીમાં હોમ લોન રિકવરી એજન્ટ તરીકે નોકરી કરે છે. ફતેગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે , 22 મી ડિસેમ્બરના રોજ તેઓ નોકરીના કામ અર્થે છાણી જકાતનાકા ખાતે આવેલી હોમ લોનના કસ્ટમરની ઓફિસે ગયા હતા. જ્યાં કસ્ટમર બે દિવસ પછી આવવાનો હોવાની જાણ થતા તેમણે તેમના સાહેબને ફોન થકી જાણ કરતા ગુસ્સે થઈ અપશબ્દો બોલ્યા હતા . અને મેનેજર નો ફોન આવ્યો હતો કે તું ઉભો રહે અમે આવીએ છીએ.

આંખના ભાગે ઈજા પહોંચી

કોન્વેન્ટ સ્કૂલ પાસે મેનેજર તથા અન્ય બે વ્યક્તિઓ કાર લઈને ઘસી આવ્યા હતા આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ એક્ટીવા પર આવ્યો હતો. અને કોઈપણ જાતની વાતચીત કર્યા વગર મને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી આસપાસ ના લોકો દોડી આવી મને બચાવ્યો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. જીતેન્દ્ર ભાઈને જમણી આંખ પર ઇજા થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here