આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 47 દિવસમાં 15 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ રિફંડ જાહેર કર્યું

0
2

આવકવેકા વિભાગે આ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલ 2021થી 17 મે 2021 સુધી 15 લાખથી વધુ ટેક્સપેયર્સને 24,792 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝ (CBDT)ના અનુસાર, તેમાંથી 7,458 કરોડ રૂપિયાનું રિફંડ પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ તરીકે 14.98 લાખ કરદતાઓને આપવામાં આવ્યું છે. તેમજ 43,661 કરદાતાઓને 17,334 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

આ રીતે ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ…

કરદાતા https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર ક્લિક કરી શકે છે.

રિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં આપવામાં આવેલી જાણકારી ભરવી જરૂરી છે- પેન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે વર્ષ દાખલ કરો.

હવે નીચે આપવામાં આવેલા કેપ્ચા કોડને ભરવો પડશે.

ત્યારબાદ Proceed પર ક્લિક કરતાં જ સ્ટેટસ આવી જશે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પરથી પણ રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો…

સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું.

પેન, પાસવર્ડ અને કેપ્ચા કોડ જેવી ડિટેઈલને ભરીને તમારા અકાઉન્ટમાં લોગઈન કરો. ‘રિવ્યુ રિટર્ન્સ/ફોર્મ્સ’ પર ક્લિક કરો.

ડ્રોપ ડાઉન મેનૂથી ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ સિલેક્ટ કરો. જે અસેસમેન્ટ યરનું ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવા માગો છો, તેને પસંદ કરો.

ત્યારબાદ તમારા એક્નોલેજમેન્ટ નંબર એટલે કે હાઈપર લિંક પર ક્લિક કરો.

એક પોપ-અપ તમારી સ્ક્રીન પર દેખાશે જે રિટર્ન ફાઈલિંગનું ટાઈમલાઈન બતાવશે.

જેમ કે, ક્યારે તમારું ITR ફાઈલ અને વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પ્રોસેસિંગ પૂરી થવાની તારીખ, રિફંડ ઈશ્યુ થવાની તારીખ વગેરે.

શું હોય છે રિફંડ?

કંપની તેના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન પગાર ચૂકવે છે, તે દરમિયાન પગારમાંથી ટેક્સનો અંદાજિત હિસ્સો કટ કરીને પહેલાથી સરકારના ખાતામાં જમા કરે છે. કર્મચારી વર્ષના અંતમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, જેમાં તેઓ જણાવે છે કે ટેક્સ તરીકે તેમના તરફથી કેટલી ચૂકવણી થઈ છે. જો વાસ્તવિક ચૂકવણી પહેલા કટ કરવામાં આવેલા ટેક્સની રકમથી ઓછી છે તો બાકીની રકમ રિફંડ તરીકે કર્મચારીને મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here