આ જાણીતા એક્ટરના ઘરે આવકવેરા વિભાગના દરોડા, થેલાઓ ભરીને રોકડ મળી આવી

0
14

ચેન્નઈઃ એક કથિત ટેક્સ ચોરીના કેસમાં સાઉથના સુપરસ્ટાર વિજયની આવકવેરા અધિકારીઓએ પૂછપરછ કરી છે. આ પૂછપરછ એક સિનેમા ફર્મ સાથે જોડાયેલ કથિત ટેક્સ ચોરીના મામલે કરવામાં આવી છે. વિજય હાલમાં પોતાની ફિલ્મ માસ્ટરનું શૂટિંગ કરી રહ્યા છે. કહેવાય છે કે, આવકવેરા અધિકારી કહ્યા વગર ફિલ્મ સેટ પર પહોંચ્યા અને એક્ટરની ત્યાં જ પૂછપરછ કરી. આ દરમિયાન થોડા સમય માટે ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.

હવે જે જાણકારી મળી છે એ અુસાર આવકવેરા વિભાગ વિજય અને પ્રોડ્યૂસર અંબુની સંપત્તિઓ પર દરોડા અને સર્વેનું કામ કરી રહી છે. દરોડામાં અંદાજે 38 સ્થળોને કવર કરવામાં આવ્યા છે અને કરોડોની રકોડ મળી આવી છે. હાલમાં ઇનકમ ટેક્સ વિભાગની રેડ ચાલુ છે. અહેવાલ અનુસાર ટેક્સ ચોરીની શંકા પર AGS સિનેમા પર થનારી મામલે માર્શલ એક્ટર વિજયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, AGS સિનેમાજે વિજયની છેલ્લી સુપરહિટ ફિલ્મ બિજિલ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. અહેવાલ છે કે આવકવેરા વિભાગે 5 ફેબ્રુઆરીએ સવારે AGS એન્ટપ્રાઈસેસની પ્રોપર્ટીઝ પર રેડ પાડવાનું શરૂ કર્યું છે. તેના કારણે વિજયે માસ્ટરનું શૂટિંગ અધવચ્ચે જ રોકી દીધું છે. ઇનકમ ટેક્સ વિભાગના એક અધિકારીએ ક્હયું કે, ‘અમને જાણકારી મળી હતી કે વિજયે બિજિલ માટે મોટી માત્રામાં રકમ રોકડમાં લીધી છે.’

રિપોર્ટનું માનવામાં આવે તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 132 પ્રમાણે એક્ટર વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ વિજયના ચેન્નાઇ સ્થિત ઘર પર થનારા સર્ચ ઓપરેશન માટે સહકાર આપવાનું કહ્યું હતું. જ્યારે વિજય તરફથી પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગત દિવસોમાં મારા ઘર, ઓફિસ પર ટેક્સ ચોરી બાબતે દરોડાં કર્યાં છે. મારા સ્ટાફ અને પરિવારે પૂરો સહકાર આપીને તમામ દસ્તાવેજો ડિપાર્ટમેન્ટ સામે રજૂ કર્યા છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here