ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 318 રને હરાવ્યુ, ભારતીય બોલરોનો રહ્યો દબદબો

0
22

અજિંક્ય રહાણે (102) અને હનુમા વિહારી (93) ની શાનદાર ઇનિંગ્સ બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ પર રવિવારે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલિંગ ત્રિપુટી (જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી) ની શાનદાર બોલિંગનાં કારણે ઐતિહાસિક જીત મેળવી હતી. એન્ટિગાનાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 318 રને હરાવી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. રનની દ્રષ્ટિએ વિદેશમાં ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ સાથે, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રવેશ શાહી જીત સાથે કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, વેસ્ટ ઇન્ડિઝ દ્વારા બેટિંગ માટે આમંત્રિત ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ્સ 297 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ 222 રનમાં સમેટાઇ હતી. મહેમાન ટીમને પ્રથમ ઇનિગ્સનાં આધારે 75 રનની લીડ મળી હતી. ત્યારબાદ  ભારતે તેની બીજી ઇનિંગ્સ 343/7 નાં સ્કોર પર ઘોષીત કરી અને યજમાનોની સામે 419 રનનો મોટો લક્ષ્ય રાખ્યો. તેનો પીછો કરતાં કેરેબિયન ટીમ 100 રનમાં જ ઢેર થઇ ગઈ હતી. ફક્ત કેમાર રોચ (38) ભારતીય બોલરો સામે થોડો સંઘર્ષ કરી શક્યો હતો. બંને ટીમો વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ 30 ઓગષ્ટથી કિંગ્સટનમાં રમાશે.

419 રનનાં વિશાળ લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડિઝનાં બેટ્સમેનોએ ભારતીય ફાસ્ટ બોલરોની ત્રિપુટી સામે શરણાગતિ સ્વીકારી હતી. જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી કેરેબિયન બેટ્સમેનો પર કહેર વરસાવ્યો હતો. આ સિવાય ઇશાંત શર્માએ ત્રણ જ્યારે મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી હતી. વિન્ડિઝને પહેલો ઝટકો બુમરાહે આપ્યો હતો. તેણે ક્રેગ બ્રેથવેટ (1) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ બુમરાહે જ્હોન કેમ્પબેલ (7) ને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઇશાંત શર્માએ શામરા બ્રૂક્સ (2) ને એલબીડબ્લ્યુ આઉચ કરી યજમાનોને ત્રીજો ફટકો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here