આ ભારતીય ઝડપી બોલરે લીધો સંન્યાસ, લખ્યો ભાવુક કરી આપનાર મેસેજ

0
7

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર સુદીપ ત્યાગીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી દીધી છે. 33 વર્ષના ત્યાગીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેણે એક ભાવુક મેસેજ લખ્યો હતો. નિવૃત્તિની જાહેરાત કરતા ત્યાગીએ લખ્યું હતું કે અત્યાર સુધીમાં મેં જે કોઈ નિર્ણય લીધા હતા તેમાં આ સૌથી કપરો નિર્ણ હતો કેમ કે આ વખતે મારા સપનાઓને ગુડબાય કહેવાનું છે.

કપ્તાનીમાં હું વન-ડે રમ્યો

તેણે કહ્યું હતું કે મેં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે દરેક ખેલાડીનું સપનું હોય છે જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે હું મહેન્દ્રસિંહ ધોનીનો આભાર માનું છું કેમ કે તેની કપ્તાનીમાં હું વન-ડે રમ્યો છું. હું મારા આદર્શ મોહમ્મદ કૈફ, સુરેસ રૈના અને આરપી સિંઘનો પણ આભાર માનું છું. ક્રિકેટને અલવિદા કહેવું આસાન નથી પરંતુ આગળ વધવા માટે આમ કરવું જરૂરી છે.

ભારત માટે ચાર વન-ડે રમ્યો

1987માં જન્મેલો ત્યાગી 2009-10માં ભારત માટે ચાર વન-ડે રમ્યો હતો. આ સિવાય તેણે 41 ફર્સ્ટ ક્લાસ મેચમાં 109 વિકેટ ઝડપી હતી. તે 2009 અને 2010 એમ બે સિઝનમાં આઇપીએલમાં પણ રમ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here