Monday, October 18, 2021
Homeઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મુંબઈ 2 માર્ચે ‘આન્સર કી’ જાહેર કરશે
Array

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મુંબઈ 2 માર્ચે ‘આન્સર કી’ જાહેર કરશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મુંબઈએ GATE 2021ની આન્સર કી અને ક્વેશ્ચન પેપર જાહેર કરવાની તારીખ જણાવી છે. 2 માર્ચ સુધી આન્સર કી ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ સાથે જ કેન્ડિડેટ્સ 2થી 4 માર્ચ, 2021 દરમિયાન કોઈ પણ આન્સરનો ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. પરીક્ષાનું રિઝલ્ટ 22 માર્ચે જાહેર કરવામાં આવશે. આન્સર કી જાહેર થયા પછી પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ Gate.iitb.ac.in પર ડાઉનલોડ કરી શકશે.

GATE ક્લિયર કરતા વિદ્યાર્થીઓ IIT, IISc અને અન્ય ઇન્સ્ટિટ્યૂટમાં MTech કોર્સમાં એડમિશન મળશે. સાથે જ તેઓ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (PSU) માં નોકરીઓ માટે અરજી કરવા પાત્ર થશે.

ઓબ્જેક્શન વિન્ડો બે દિવસ સુધી ઓપન રહેશે

આન્સર કી સામે ઓબ્જેક્શન ઉઠાવવા માટે વિન્ડો બે દિવસ સુધી ઓપન રહેશે. આ માટે કેન્ડિડેટ્સને દર આન્સર માટે 500 રૂપિયા ફી આપવી પડશે. આની પહેલાં ઇન્સ્ટિટ્યુટે પરીક્ષાની રિસ્પોન્સ શીટ જાહેર કરી હતી. ઇન્સ્ટિટ્યુટે કુલ 7,11,542 રિસ્પોન્સ શીટ લાઈવ કરી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર ચેક કરી શકે છે.

આ રીતે ઓબ્જેક્શન ફાઈલ કરો:

સૌથી પહેલાં વેબસાઈટ gate.iitb.ac.in પર જાઓ.

હવે આન્સરની ઓબ્જેક્શન લિંક પર ક્લિક કરો.

કેડેન્શિયલની મદદથી લોગઈન કરો.

ખોટી આન્સર કી પર ક્લિક કરો, તર્ક લખો અને જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરો.

ઓબ્જેક્શન ફી ભર્યા પછી સબમિટ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments