Monday, October 25, 2021
Homeભારતીય નૌકાદળને મળશે વધુ છ સબમરીન, ચીનનો કરવાની તૈયારી
Array

ભારતીય નૌકાદળને મળશે વધુ છ સબમરીન, ચીનનો કરવાની તૈયારી

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌસેના માટે છ પરંપરાગત સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. એની કિંમત આશરે 43,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દેશમાં આ સબમરીન બનાવવા માટેના પ્રસ્તાવની વિનંતી ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. શુક્રવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એમાં, “પ્રોજેક્ટ-75 ઈન્ડિયા” હેઠળ છ સબમરીનના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે આશરે 6,800 કરોડ રૂપિયાનાં હથિયાર અને સાધનસામગ્રીની ખરીદી સંબંધિત પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી. અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં ડીએસીએ સશસ્ત્ર દળોને તાત્કાલિક ખરીદી માટેની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. ડીએસી ખરીદી સંબંધિત નિર્ણય લેનારી મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે. આ નિર્ણય હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

નૌકાદળ પાસે હાલમાં 15 સબમરીન છે

ભારતીય નૌકાદળ પાસે હાલમાં 15 સબમરીન છે. એના કાફલામાં તેની પાસે બે પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત અને આઈએનએસ ચક્ર પણ છે. નેવી 24 નવી સબમરીન મેળવવાની યોજના ધરાવે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીની જહાજોની વધતી ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની સબમરીન કામગીરી અને નૌકાદળના કાફલામાં સુધારો કરવો એ ભારતીય નૌકાદળની પ્રથમ પ્રાથમિકતા રહી છે.

નૌકાદળ માટે દેશમાં નવી સબમરીન બનાવવામાં આવશે

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નૌકાદળ માટે છ સબમરીન બનાવવામાં આવશે. “પ્રોજેક્ટ-75 ઈન્ડિયા” હેઠળ, બે ભારતીય કંપનીઓ વિદેશી ઉત્પાદકના સહયોગથી કામ કરી શકે છે. પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મઝગાંવ ડોક્સ લિમિટેડ (એમડીએલ) અને ખાનગી કંપની લાર્સન એન્ડ ટુબ્રોને આપવામાં આવે તેવી સંભાવના છે. એક મહિનાનો સમય લાગશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. નૌકાદળનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં 12 વર્ષનો સમય લાગશે.

ચીનની પાસે 50થી વધુ સબમરીન

વૈશ્વિક નૌકાદળ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ચીનના નૌકાદળ પાસે હાલમાં 50 થી વધુ સબમરીન અને લગભગ 350 જહાજો છે. આવનારાં 8-10 વર્ષમાં જહાજો અને સબમરીનની કુલ સંખ્યા 500ને પાર થઈ જવાનો અંદાજ છે. ભારતીય નૌકાદળ વ્યૂહાત્મક ભાગીદારીના મોડલ હેઠળ 57 લડાકુ વિમાનો, 111 હેલિકોપ્ટર અને 123 મલ્ટી-રોલ હેલિકોપ્ટર ખરીદવાની પણ તૈયારીમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments