દુનિયાના 62% લોકો અનિદ્રાથી પીડિત, જોકે ભારતીય લોકો પૂરતી ઊંઘ લેવામાં અવ્વ્લ

0
25

હેલ્થ ડેસ્ક: પૂરતી ઊંઘ લેવા માટે ભારતીય લોકો સૌથી આગળ છે. ભારતીયોએ ચીન, સાઉદી અરેબિયાના લોકોને આ મુદ્દે પાછળ ધકેલ્યા છે. માર્કેટ રિસર્ચ ફર્મ ‘કેજેટી એન્ડ ફિલિપ્સ’ના સંયુક્ત સર્વેમાં આ ખુલાસો થયો છે. આ સર્વે 12 દેશોના 18 અને તેથી વધુ ઉંમરના લોકો પર કરવામાં આવ્યો હતો અને તેમાં કુલ 11,006 લોકોને સામેલ કરાયા હતા. સર્વેમાં સામે આવ્યું કે, દુનિયાભરના 62% લોકોને રાતે ઊંઘ નથી આવતી.

  • આ સર્વે મુજબ, પૂરતી ઊંઘ લેવામાં સાઉથ કોરિયા અને જાપાનના લોકોની સ્થિતિ સૌથી ખરાબ છે. દુનિયાભરના લોકો દરરોજ રાત્રે સરેરાશ 6.8 કલાકની ઊંઘ લેતા હોય છે. આ આંકડો વીકએન્ડપર વધીને 7.8 કલાકનો થઇ જાય છે. સામાન્ય રીતે ડોક્ટર્સ 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપતા હોય છે. જોકે વીકેન્ડ પર દર 10માંથી 6 લોકો જ વધારે ઊંઘ લઈ શકતા હોય છે.
  • સર્વે પ્રમાણે ગત 5 વર્ષોમાં દર 10માંથી 4 લોકોની ઊંઘ પર ખરાબ અસર પડી છે. જ્યારે સર્વેમાં સામેલ 26% લોકોનું કહેવું છે કે, તેમની ઊંઘ પહેલાં કરતા વધુ સારી બની છે. સર્વેમાં સામેલ 31% લોકોનું એમ કહેવું છે કે, તેમની ઊંઘને કારણે તેમના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
  • ફિલિપ્સ ગ્લોબલ સ્લીપ સર્વે 2019 અનુસાર કેનેડા અને સિંગાપોરના લોકોમાં ઊંઘ ન આવવી એ તેમના સ્ટ્રેસનું મુખ્ય કારણ બન્યું છે. અનિદ્રાનું કારણ લોકોની જીવનશૈલીમાં આવતા ફેરફારો છે. સર્વેમાં અનિદ્રાનાં પાંચ કારણોમાં સ્ટ્રેસ (54%), ઊંઘની જગ્યા (40%), કામ અને સ્કૂલનું શેડ્યુઅલ (37%), એન્ટરટેઇન્મેન્ટ (36%) અને સ્વાસ્થ્યની સ્થિતિ (32%)નો સમાવેશ થાય છે.
  • 35% પરણિત મહિલાઓ એવી છે, જે પતિનાં નસકોરાંને કારણે પૂરતી ઊંઘ લઈ શકતી નથી. દર 10માંથી 6 યુવાનોને અઠવાડિયાના 2 દિવસોમાં દિવસ દરમિયાન ઊંઘ આવે છે. સર્વેમાં સામેલ 67% લોકોનું કહેવું છે કે, રાત્રિના સમયે એક વાર તેમની ઊંઘ ઊડી જાય છે. ભારતમાં 36% અને અમેરિકામાં 30% લોકો એવા છે કે, જે તેમના પાલતુ જાનવરો સાથે સુવાનું પસંદ કરે છે.
  • આ સર્વેમાં મુજબ, ઊંઘ વ્યક્તિને તંદુરસ્ત રાખવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. અધૂરી ઊંઘને કારણે દિમાગ અને તેની ક્ષમતા પર તેનો દુષ્પ્રભાવ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here