ભારતીય શેરબજારમાં ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચ્યા બાદ કડાકો બોલ્યો, સેન્સેક્સમાં 324 અંક ગગડ્યો

0
6

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા છે. ભારતીય શેરબજારના બંને ઇન્ડેક્સમાં 0.5 ટકા સુધી ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 45,779.45 જ્યારે નિફ્ટીએ 13,419.15સુધી ગોથા લગાવ્યા છે.આજના કારોબારની શરૂઆત સેન્સેક્સે 45,999 અને નિફટીએ 13488 થી કરી હતી.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.45 વાગે )

બજાર સૂચકઆંક ઘટાડો
સેન્સેક્સ 45,779.45 324.05 (0.70%)
નિફટી 13,419.15 109.95 (0.81%)

 

શરૂઆતમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.29 ટકાની નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.16 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.20 ટકાના તૂટીને કારોબાર કરી રહ્યો છે. હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 0.37 ટકાના ઘટાડાની સાથે જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 0.38 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here