ભારતીય શેરબજાર લગભગ આખા અઠવાડિયા સુધી દબાણ હેઠળ રહ્યું

0
3

વધતા ફુગાવા અને બોન્ડ યીલ્ડના દબાણને કારણે ભારતીય શેરબજાર લગભગ આખા અઠવાડિયા સુધી દબાણ હેઠળ રહ્યું હતું. ભારતમાં કોરોનાની બીજી તરંગની આક્રમકતાએ દબાણમાં વધારો કર્યો હતો. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી તેમના નિર્ણાયક સપોર્ટ સ્તરથી નીચે બંધ રહ્યા હતા.

વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ 933.84 અંક એટલે કે 1.83 ટકા ઘટીને 49,858.24ના સ્તરે, જ્યારે નિફ્ટી 286.95 અંક એટલે કે 1.9 ટકા ઘટીને 14,744 પર બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 50,834.78 અને નીચલી બાજુ 48,586.93ની વચ્ચે જ્યારે નિફ્ટી 15,051 અને 14,350ની વચ્ચે અથડાયો હતો.

બોન્ડ યિલ્ડના તાજેતરના ઉછાળા, ફુગાવાને લઇને વધેલી ચિંતાઓ અને કોરોનાના બીજા મોજાના ડરને કારણે ભારતીય બજારોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. કોઈપણ ટૂંકાગાળાની કરેકશન ભારતીય બજારો માટે સારી રહેશે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં ગયા અઠવાડિયે 2.6 ટકાનો અને બીએસઇના લાર્જ કેપ ઇન્ડેક્સમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.

છેલ્લા સપ્તાહ દમરિયાન એફઆઈઆઈએ રૂ. 5,893.68 કોડની ખરીદી કરી હતી જ્યારે સ્થાનિક ફંડસે (ડીઆઈઆઈ) સમાન ગાળામાં 3,037 કરોડની ઇક્વિટી વેચી હતી. માર્ચમાં અત્યાર સુધી FIIએ ભારતીય બજારોમાં 9,221.24 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. DIIએ 4,433.48 કરોડનું વેચાણ કર્યું છે.

યુ.એસ.માં 10 વર્ષના બોન્ડ ઉપજ તેની 14 મહિનાની ઊંચી સપાટી નજીક છે. બોન્ડ ઉપજ ફુગાવા અને આર્થિક સ્તરે પુનઃ રિકવરી ડેટા દ્વારા સપોર્ટેડ છે. ટ્રેઝરી બોન્ડસને સામાન્ય રીતે સલામત રોકાણોનો વિકલ્પ માનવામાં આવે છે. આર્થિક મંદીના સમયમાં રોકાણકારો સામાન્ય રીતે બોન્ડસમાં નાણાંનું રોકાણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here