એનાલિસિસ : ભારતીય ટીમ અત્યાર સુધી શ્રીલંકા સામે T-20 સીરિઝ હારી નથી, બંને ટીમ બે વર્ષ પછી ટકરાશે

0
17

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને શ્રીલંક વચ્ચે ત્રણ T-20 સીરિઝની પહેલી મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. ભારત શ્રીલંકા સામે હજી સુધી T-20 સીરિઝ હાર્યું નથી. બંને ટીમ વચ્ચે 6 સીરિઝ રમાઈ છે. તેમાંથી ભારતને 5માં જીત મળી છે, જયારે એક સીરિઝ ડ્રો રહી છે. બંને ટીમ બે વર્ષ પછી એકબીજા સામે ટકરાશે. છેલ્લે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ડિસેમ્બર 2017માં 3 T-20ની સીરિઝમાં 3-0થી હરાવ્યું હતું.

ભારત-લંકા વચ્ચે 3 મેચની સીરિઝની પહેલી મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે. બંને દેશ વચ્ચે 16 T-20 રમાઈ છે, જેમાંથી ભારતે 11 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે.

શ્રીલંકા સામે પાકિસ્તાને સૌથી વધુ 13 મેચ જીતી
ટીમ ઇન્ડિયા જો શ્રીલંકા સામેની ત્રણેય મેચ જીતે તો લંકા સામે સૌથી વધુ 14 મેચ જીતનાર ટીમ બની જશે. અત્યારે પાકિસ્તાને લંકા સામે 21માં 13 જીત મેચ જીતી છે, જયારે 8માં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિતે શ્રીલંકા સામે સૌથી વધુ 289 રન કર્યા

બેટ્સમેન દેશ મેચ રન
રોહિત શર્મા ભારત 15 289
વિરાટ કોહલી ભારત 14 283
સુરેશ રૈના ભારત 12 256
કુમાર સંગાકારા શ્રીલંકા 14 235
મહેન્દ્રસિંહ ધોની ભારત 14 213

ભારતે 2019માં 56% મેચ જીતી
બંને ટીમના 2019ના રેકોર્ડની સરખામણી કરવામાં આવે તો ભારતે સૌથી વધુ 56% મેચ જીતી હતી. બીજી તરફ લંકાએ 31% મેચ જીતી હતી. ભારતીય ટીમે ગયા વર્ષે 16માંથી 9 T-20 મેચ જીતી હતી અને 7 હારી હતી. જયારે લંકાએ 13માંથી 4 જીતી હતી, 8 હારી હતી અને 1 મેચ ટાઈ રહી હતી.

શ્રીલંકા સામે ચહલે સૌથી વધુ વિકેટ લીધી

બોલર દેશ મેચ વિકેટ
યૂઝવેન્દ્ર ચહલ ભારત 5 14
રવિચંદ્રન અશ્વિન ભારત 6 13
દુશમંથ ચમીરા શ્રીલંકા 9 10
કુલદીપ યાદવ ભારત 4 8
હાર્દિક પંડ્યા ભારત 7 8

 

બુમરાહ અને ધવનની T-20 ટીમમાં વાપસી
આ સીરિઝમાં ઇજામાંથી સ્વસ્થ થઈને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓપનર શિખર ધવન વાપસી કરી રહ્યા છે. જયારે રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. મુખ્ય સિલ્કેટર એમએસકે પ્રસાદે કહ્યું કે, ” ભારત પાસે પર્યાપ્ત બેન્ચ સ્ટ્રેન્થ છે. કોઈપણ ફોર્મેટમાં આગામી 6-7 વર્ષ સુધી વાંધો નહીં આવે.

મેથ્યુઝની 18 મહિના પછી T-20માં વાપસી
શ્રીલંકાએ પોતાની T-20 સીરિઝની જાહેરાત 3 જાન્યુઆરી કરી હતી. ફાસ્ટ બોલર લસિથ મલિંગા ટીમની કમાન સંભાળશે. એન્જલો મેથ્યુઝ 18 મહિના પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. ફાસ્ટ બોલર નુવાન પ્રદીપ ઇજાના કારણે ભાગ નહીં લઇ શકે અને ઓલરાઉન્ડર શેહાન જયસૂર્યાને ટીમની બહાર કરવામાં આવ્યો છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર.

શ્રીલંકા: લસિથ મલિંગા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વનિંધુ હસરંગા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), ઓશાદા ફર્નાન્ડો, આવિષ્કા ફર્નાન્ડો, દનુષ્કા ગુનાતીલાકા, લારિરુ કુમારા, એન્જેલો મેથ્યુઝ, કુસલ મેન્ડિસ, કુશલ પરેરા, ભાનુકા રાજપક્ષે, દાસુન સનાકા અને ઇસુરુ ઉદના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here