શેરબજારની શરૂઆતી તેજી અંતિમ સત્રમાં યથાવત રહી, ડોલર સામે રૂપિયો 16 પૈસા ગગડ્યો

0
7

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી હતી. જે અંતિમ સેશનમાં પણ યથાવત જોવા મળી. સોમવારના અંતિમ સત્રમાં બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 276 અંક અથવા 0.71 ટકા ઉછળીને 38,973 પર જ્યારે નિફ્ટી 50 આંક 86 પોઈન્ટ અથવા 0.76 ટકાના વધારા સાથે 11,500ને પાર 11,503 નજીક સેટલ થયા છે.

બેંક નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો આજે અંતિમ સત્રમાં 124 અંક અથવા 0.56 ટકા ઉછળીને 22,370 નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા ઘટીને અને 0.38 ટકા વધીને બંધ આવ્યા છે. આ સિવાય વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને ટેલિકોમ સેક્ટરમાં મંદ વલણ જોવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ 1461 સ્ક્રીપ્ટ્સમાં તેજી જ્યારે 1213 સ્ક્રિપ્ટ્સમાં મંદી જોવા મળી. જ્યારે 173 શેર ફેરફાર વગર રહ્યા. ચલણની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો 16 પૈસા ગગડીને 73.29 પર બંધ આવ્યો છે. આ પહેલા રૂપિયા સોમવારે 73.16 પર ખુલ્યો હતો. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે 73.13 પર બંધ આવ્યો હતો. જ્યારે ઇન્ટ્રા ડે દરમિયાન રૂપિયો ટોચની સપાટી 73.08 પર પહોંચ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here