IOCએ ઓલિમ્પિકમાં જાતીય અસમાનતાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો

0
0

ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં જોડાનાર લોકોની સંખ્યા 3થી વધારીને 6 કરાઈ છે. અત્યાર સુધી ત્રણ સભ્યો શપથ લેતા હતા. એથલિટ, જજ અને કોચ. યજમાન દેશનો એક એથલિટ બધા જ એથલિટની સમકક્ષ શપથ લેતો હતો.

ટોક્યો 2020થી ત્રણ ગ્રુપમાં એક પુરુષની સાથે એક મહિલા પણ હશે. 23 જુલાઈના રોજ ગેમ્સની ઓપનિંગ સેરેમની છે. તેની સાથે જ શપથમાં બે નવા શબ્દો જોડાયા છે. સમાવેશ અને સમાનતા. આઈઓસી એથલિટ આયોગના અધ્યક્ષ કિર્સ્ટી કોવેન્ટ્રીએ કહ્યું, ‘અમે ઓલિમ્પિયન રોલ મોડલ અને એમ્બેસેડર છીએ. અમે વિશ્વને સમાનતા, સમાવેશ, એકતા, શાંતિ અને સન્માનનો એક સંદેશ મોકલવા માટે એક સાથે ઉભા છીએ.’

1920 ઓલિમ્પિકમાં પહેલીવાર શપથ લેવાયા હતા
ઓલિમ્પિકમાં શપથની શરૂઆત 1920 થઇ હતી. 1972 ઓલિમ્પિકમાં એથલિટની સાથે જજ શપથ લેવા લાગ્યા. 2012 લંડન ઓલિમ્પિકથી કોચનો પણ સમાવેશ કરાતા શપથ લેનારા લોકોની સંખ્યા 3 થઇ ગઇ. 1972 માં પહેરીવાર સમર ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીહેઇડી શૂલેરે શપથ લીધા હતા.

શપથમાં સમય સાથે બદલાવ થયા છે
IOCના ફાઉન્ડર અને ફાધર ઓફ મોડર્ન ઓલિમ્પિક તરીકે જાણીતા પિયરે ડી કુબર્ટિને શપથ લખ્યા છે. 2000 સિડની ઓલિમ્પિકમાં ડોપિંગ અને ડ્રગ્સને શપથમાં જોડવામાં આવ્યું હતું. 2016 ઓલિમ્પિક સુધી ખેલાડી, કોચ અને જજના શપથ અલગ-અલગ હતા. 2018 વિન્ટર ઓલિમ્પિકથી બધા શપથ એક કરી દેવાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here