Monday, September 20, 2021
Home1 વર્ષ પહેલાં તળાવમાં પડી ગયેલો આઈફોન ચાલુ કન્ડિશનમાં મળ્યો
Array

1 વર્ષ પહેલાં તળાવમાં પડી ગયેલો આઈફોન ચાલુ કન્ડિશનમાં મળ્યો

મોંઘી વસ્તુ ખોવાઈ જતા દરેકને દુઃખ થાય છે. ઘણા સમય સુધી જીવ પણ બળે છે, પણ અચાનક આ જ વસ્તુ મળી જાય તો? તાઈવાનમાં એક નસીબદાર વ્યક્તિ સાથે આ ઘટના હકીકતમાં બની છે. 1 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો આઈફોન મળી જતા તેની ખુશીનો પાર ના રહ્યો.

હાલ તાઈવાનમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. નદીઓમાંથી પાણી સૂકાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના આઇકોનિક લેકમાંના એક એવા સન મૂન લેકનું પાણી પણ સૂકાઈ ગયું છે. એક સમયે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું રહેતું હતું પણ હાલ તેમાં કીચડ છે. આ ઘટના શેન નામનાં વ્યક્તિ માટે લકી સાબિત થઈ છે.

સૂકાયેલા તળાવમાંથી આઈફોન મળ્યો

શેન આશરે 1 વર્ષ પહેલાં સન મૂન લેક ફરવા આવ્યો હતો અને અહિયાં ભૂલથી તેનો ફોન તળાવમાં પડી ગયો હતો. આઈફોન 11 પ્રો મેક્સ પરત મળશે તેવી કોઈ આશા નહોતી. ગયા અઠવાડિયે શેનને લેકનું ધ્યાન રાખતા કર્મચારીનો ફોન આવ્યો અને તેનો આઈફોન મળ્યાની વાત કહી. શરુઆતમાં તો શેનને આ વાત એક સપના જેવી લાગી. નવાઈની વાત એ હતી કે આઈફોન ચાલુ કન્ડિશનમાં હતો.

આઈફોન પરફેક્ટ કન્ડિશનમાં હતો

એક વર્ષ સુધી તળાવમાં રહેવા છતાં આઈફોન બગડ્યો નહિ. શેને ખુશ થઇને આ સ્ટોરી ફેસબુક પર શેર કરી છે. શેન માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. શેન તેના ઘરે આઈફોન લઇ આવ્યો. તે પહેલાંની જેમ જ કામ કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments