IPL નહીં રહે આસાન, હજી પણ ઘણા પડકારોનો સામનો કરવાનો છે

0
5

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તારીખો જાહેર થઈ ગઈ છે. 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાતમાં તેનું આયોજન થવાનું છે. આ જાણીને ફેન્સ તો ખુશ થઈ જ ગયા છે અને આઇપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આ સપ્તાહમાં જ યોજાનારી છે અને તેમાં આ કાર્યક્રમને મંજૂર કરવામાં આવશે. આ દરમિયાન ભારત સરકાર તરફથી પણ મંજૂરી મળી રહે તેવી આશા રખાય છે. જોકે આઇપીએલનું આયોજન દેખાય છે તેટલું આસાન નહીં રહે અને તેની સામે ઘણા પડકારો આવવાના છે.

 

પહેલી કામગીરી તો યુએઈમાં લોજિસ્ટિકની રહેશે. એક સાથે આઠ ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓને ત્યાં સમાવવાના છે. એક અહેવાલ મુજબ ખેલાડીઓને એકત્રિત કરવામાં જ ત્રણ સપ્તાહનો સમય લાગી જશે. બધું બરાબર થઈ જશે તો ટીમોને ઓગસ્ટના મધ્ય સુધીમાં જ દુબઈ પહોંચી જવાનું રહેશે.  મોટા ભાગના ખેલાડીઓ છેલ્લા છ મહિનાથી ક્રિકેટ રમ્યા નથી. આ ઉપરાંત ટુર્નામેન્ટની તૈયારીઓ માટે પણ તેમની પાસે વધારે સમય નથી.

મુશ્કેલી પાછળ આ કારણ પણ છે

બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટુર્નામેન્ટ થવા માટે ભારતમાં 1200 ફ્લાઇટને મંજૂરી આપવાની રહેશે. 200 ક્રિકેટર, મેચ ઓફિશિયલ, અમ્પાયર તથા અન્ય અધિકારીઓ મળીને લગભગ 400થી 500 લોકો આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા રહેશે. આ તમામને યુએઈ પહોંચાડવાના રહેશે. આ માટે માત્ર ભારત સરકાર કે અમિરાત સરકારની જ મંજૂરી નહીં પરંતુ જે તે ક્રિકેટર, અમ્પાયર અને અધિકારીઓના દેશની મંજૂરી પણ લેવી પડશે. આ તમામને એક સ્થળે એકત્રિત કરવા અને દુબઈ લઈ જવા તથા ત્યાં તેમની રહેવાની વ્યવસ્થા કરવી આસાન બાબત નથી.

 

આઇપીએલ 2009 અને 2014( કેટલીક મેચો) દરમિયાન આમ બન્યું હતું. બંને ટુર્નામેન્ટ વિદેશમાં રમાઈ હતી પરંતુ કોઈ દેશમાં છેલ્લી ઘડીએ આમ થયું નથી. જોકે એ વખતનો અનુભવ આ કોરોનાની મહામારીમાં કામ લાગી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here