રાજકોટ : જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો

0
0

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. શાશક પક્ષ દ્વારા હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી છે. જેમાં અવિશ્વાસની દરખાસ્ત અમાન્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પિટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ દ્રારા અગાઉ બળવાખોર સભ્યોના સભ્યપદ રદ કરવા અંગેની પિટીશનનો ચુકાદો હજુ પેન્ડીંગ છે. જેના કારણે આ સભ્યો પોતાનો મતાધિકારનો ઉપયોગ ન કરી શકે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી પિટીશનની સોમવારે સુનવણી થવાની છે.

જિલ્લા પંચાયતમાં 36 સભ્યો

મહત્વનું છે કે જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યો છે. જેમાં કોંગ્રેસના બળવાખોર ભાજપ સાથે હાથ મિલાવતા બંન્ને પક્ષમાં 18-18 સભ્યો છે. ભાજપ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે તેમાં ભાજપ પાસે 24 સભ્યોનું સંખ્યાબળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે. હવે હાઇકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here