Monday, October 25, 2021
Homeવડોદરાનાં જવેલર્સને IT વિભાગે 35 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી
Array

વડોદરાનાં જવેલર્સને IT વિભાગે 35 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી

અમદાવાદ : વડોદરામાં આવક વેરા વિભાગે દામોદરદાસ જવેલર્સને 35 કરોડની નોટિસ ફટકારી છે. આ નોટિસ ટેક્સ ચોરી અંગે આપવામાં આવી છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. 35 કરોડની નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક બિલ્ડરને રૂ.21 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. જેને પગલે નોટબંધીનો ફાયદો ઉઠાવનારાઓમાં ભયનો માહોલ સર્જાઈ ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નોટબંધી વખતે કાળા નાણાંના મોટા સોદાગરોએ અબજો રૂપિયાનું સોનુ દામોદરદાસ જવેલર્સ પાસેથી ખરીદ્યુ હતુ. જે બાદ આઈટી વિભાગે આ મામલે તપાસ શરૂ કરી હતી. દામોદરદાસ જવેલર્સનાં માંડવી અને અલકાપુરીમાં શો રૂમ આવેલાં છે. ત્યારે આઈટી વિભાગની નોટિસથી ચોકસી બજારમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગ દ્વારા નોટબંધી સમયે મોટા પ્રમાણમાં વ્યવહારો કરનારા પેટ્રોલપંપ માલિકો, બિલ્ડરો અને જવેલર્સને નોટિસ આપવામ આવી છે. અત્રે નોંધનીય છે કે નોટબંધી લાગુ થયા બાદ પેટ્રોલપંપ પર જૂની નોટ ચલાવવા માટે 24 નવેમ્બર,2016 સુધી મંજૂરી આપવામાં આવી હતી જેનો ફાયદો અમુક પેટ્રોલપંપ સંચાલકોએ ગેરફાયદો ઉઠાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments