જાપાનની કંપની માત્ર ભારતમાં જ બનાવશે આ ધાંસૂ ઓફરોડર, જાણો વિગત

0
4

જાપાનની ઓટોમોબાઈલ નિર્માતા કંપની સુઝુકી પોતાની 5 ડોર સુઝુકી જિમ્મીને ભારતમાં લાવવાની તૈયારી કરી રહી છે. ખબર છે કે આ કારનું ઉત્પાદન કંપની માત્ર ભારતમાં જ કરશે. રિપોર્ટ અનુસાર, કંપની જિમ્મીના પ્રોડક્શન માટે ભારતને ઉત્પાદનનું હબ બનાવવાની તૈયારી કરી રહી છે. શરૂઆતમાં કંપની કારના 3 ડોર વર્ઝન માટેના સ્પેર પાર્ટ્સ આયાત કરી શકે છે, ત્યાર પછી અહીં 3 ડોર વેરિઅન્ટને અસેમ્બલ કરવામાં આવશે.

ભારતમાં આ કારનું પ્રોડક્શન કંપનીના ગુરુગ્રામ પ્લાન્ટમાં થશે. વર્ષ 2022-23 સુધી કંપની 5 ડોર જિમ્મી પણ ભારતમાં બનાવવાનું શરૂ કરી દેશે. જેના માટે કંપની લોકલ વેન્ડર્સ સાથે પાછલા 6 મહિનાથી વાત કરી રહી છે.

સુઝુકી જિમ્મી ઓફ રોડ એસયૂવી છે. જેને કારણે તેનું ગ્રાઉન્ડ ક્લિઅરન્સ વધારે છે. તેમાં આપવામાં આવેલા રાઉન્ડ હેટલેમ્પ અને ફોગ લેમ્પ એસયૂવીના લુકને સ્ટાઇલિશ બનાવે છે. ભારતીય કાર માર્કેટમાં આવનારી જિમ્મીમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સિવર્સ પાર્કિંગ કેમેરો, લેન ડિપાર્ચર વોર્નિંગ અને ડ્યૂઅલ સેંસક બ્રેક સપોર્ટ જેવા પ્રીમિયમ ફીચર્સ જોવા મળશે.

જણાવી દઇએ કે, વર્ષ 2020ની શરૂઆતમાં મારુતિ સુઝુકીએ દિલ્હી ઓટો એક્સપોમાં જિમ્મીને રજૂ કરી હતી. ભારતમાં લોકો મારુતિની કારોને ખરીદવાનું વધારે પસંદ કરે છે. કારણ કે કંપની બજેટલક્ષી કિંમતે ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસારની કારો આપે છે. એ જ કારણ છે કે આ કંપની ભારતમાં તેનું સ્થાન જાળવી રાખવામાં આજે પણ સફળ રહી છે. તેની દરેક કારો ભારતીય કાર બજારમાં આજે પણ ધૂમ મચાવે છે.

મળશે દમદાર એન્જિન

ભારતમાં સુઝુકી જિમ્મીને 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરી શકાય છે. જે મારુતિ સુઝુકી સ્વીફ્ટ અને ડિઝાયર સહિત અન્ય કારોમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ નાની કારમાં કંપની અલ્ટો કે10માં મળનારા 1 લીટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપી શકે છે. જિમ્મી બીએસ6 માપદંડની સાથે ભારતમાં આવશે. આ એસયૂવી ડીઝલ એન્જિનની સાથે ભારતમાં આવશે નહીં. જિમ્મીમાં કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપ્યું છે. તેના સિવાય 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ કારના ટોપ મોડલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

જણાવી દઇએ કે, ભારતમાં આવનારી જિપ્સી એસયૂવી ખરેખર તો બીજી જનરેશન જિમ્મી જ હતી. નવા સેફ્ટી નોર્મ્સ અનુસાર ન હોવાના કારણે જિપ્સીને હવે બંધ કરી દેવામાં આવી છે. જોકે, નવી જિમ્મી ફોર્થ જનરેશન છે અને ભારતના દરેક સેફ્ટી નોર્મ્સ પર ખરી ઉતરે છે.