ઈમરાન ખાનનું કબૂલનામું : જેહાદીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી

0
12

પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ છેવટે સ્વીકારી લીધું છે કે તેમના દેશની જમીનનો ઉપયોગ જેહાદીઓને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. ઈમરાને સ્વીકાર્યુ કે સોવિયત સંઘ (Soviet Unioun)ની વિરુદ્ધ જેહાદ કરવા માટે પાકિસ્તાને 80ના દશકમાં જેહાદીઓને ટ્રેનિંગ આપી. એટલું જ નહીં, તેઓએ એવો પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાને સફળતાં ન મળતાં તેમના દેશને દોષી કહેવું ખોટી બાબત છે.

રશિયા (Russia)ની ટીવી ચેનલ રશિયા ટુડે (RT- Russia Today)ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું કે, જ્યારે સોવિયતે અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો, તે દિવસોમાં 80ના દશકમાં અમે આ મુજાહિદીન લોકોને સોવિયતની વિરુદ્ધ જેહાદ કરવા માટે ટ્રેનિંગ આપી હતી. આ લોકોને પાકિસ્તાન દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા, જેનું ફંડિંગ CIA કરી રહ્યું હતું.

ઈમરાને કહ્યુ- અમે 70 હજાર લોકો ગુમાવ્યા ઈમરાને કહ્યું કે, હવે એક દશક બાદ જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં આવ્યું તો તે જ સમૂહ જે પાકિસ્તાનમાં છે, તેઓ તેમને જેહાદી નહીં પરંતુ આતંકવાદી માને છે. આ એક મોટો વિરોધાભાસ હતો અને હું દ્રઢતાથી માનું છું કે પાકિસ્તાનને તટસ્થ રહેવું જોઈતું હતું, કારણ કે તેમાં સામેલ થઈને, આ સમૂહ અમારી વિરુદ્ધ થઈ ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here