કોરોના દુનિયામાં કુલ કેસનો આંક 4.58 કરોડ : J&J કંપની 12 થી 18 વર્ષના કિશોરોં પર ટૂંક સમયમાં જ વેક્સિનનું ટેસ્ટિંગ કરશે.

0
5

દુનિયામાં કોરોનાના કુલ કેસનો આંક 4.58 કરોડને પાર થઈ ગયો છે. 3 કરોડ 32 લાખ 37 હજાર 845 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 11.93 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણેના છે. અમેરિકન કંપની જોનસન એન્ડે કહ્યું કે તે ખુબ જ જલ્દીથી કોવિડ-19 વેક્સિનનું ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં તેના ડોઝ 12થી 18 વર્ષના કિશોરોંને આપવામાં આવશે. જ્યારે, બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સ હેડે કહ્યું કે દેશમાં વેક્સિન ક્રિસમસ સુધીમાં સામે આવી શકે છે.

જોનસન એન્ડ જોનસને શું કહ્યું

શુક્રવારે અમેરિકામાં સેંટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી)ની બેઠક મળી. જોનસન એન્ડ જોનસન કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે અમે 12 થી 18 વર્ષના કિશોરો પર વેક્સિન ટેસ્ટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છીએ. જો કે, સેફ્ટીને લઈને અમે સતર્કતા દાખવી રહ્યા છીએ. કિશોરોં પર વેક્સિન ટેસ્ટિંગ બાદ પરિણામનું એનાલિસિસ કરવામાં આવશે. ત્યાર બાદ વેક્સિન બીજા લોકોને આપવામાં આવશે. કંપનીએ વૃદ્ધો પર ત્રીજા તબક્કામાં ટ્રાયલ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ 60 હજાર લોકોને આ વેક્સિન આપવામાં આવી હતી. જેની સમીક્ષા ચાલી રહી છે. જ્યારે ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકનું ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે.

બ્રિટનમાં ક્રિસમિસ પહેલા વેક્સિન

‘ધ ગાર્ડિયન; સાથે વાતચીતમાં બ્રિટનની કોરોના વેક્સિન ટાસ્ક ફોર્સના હીદ કેટ બિન્ધમે કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે ક્રિસમસ પહેલા વેક્સિન આપની પાસે હશે. તે સુરક્ષિત હશે. આ માટે તૈયારીઓ ખુબ જ સારી ચાલી રહી છે અને અમે અત્યાર સુધીના પરિણામોથી સંતુષ્ટ છીએ. જો કે થોડી મુશ્કેલી પણ છે, જેને દૂર કરવામાં આવશે. કેટે કંપનીનું નામ બતાવ્યુ ન હતું. પણ માનવમાં આવી રહયું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા વેક્સિન તૈયાર થવાની નજીક છે. કેટલીક બીજી કંપનીઓ પણ વેક્સિન પર દિવસ અને રાત કામ કરી રહી છે.

ફ્રાંસમાં મુશ્કેલીઓ યથાવત

ફ્રાન્સ સરકારે લોકડાઉન લગાવ્યું છે. આ ઉપરાંત પણ ત્યાં સંક્રમણમાં કોઈ જ ઘટાડો થઈ રહ્યો નથી. જોકે, આરોગ્ય મંત્રાલયે તેને ટૂંક સમયમાં નિયંત્રણમાં લાવવાની આશા વ્યક્ત કરી છે. લોકડાઉન અને પ્રતિબંધોની અસર આગામી કેટલાક દિવસોમાં જોવા મળી શકે છે.ફ્રાન્સમાં શુક્રવારે 49,215 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 256 લોકોના મૃત્યુ થયા છે અહીં સુધીમાં કુલ 36 હજાર 565 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ કેસ 13 લાખ 31 હજાર 984 છે.

ઈટલીમાં સંક્રમણની બીજી લહેર

ઈટલીની સરકારે એક નિવેદન આપતા માન્યું હતું કે દેશમાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે અને તે જીવલેણ સાબિત થઈ રહી છે. શુક્રવારે અહિયાં કુલ 31 હજાર 84 કેસ સામે આવ્યા હતા. આ પહેલા એટલે કે ગુરુવારે અહીયાં નવા કેસ 27 હજાર નોંધાયા હતા. એટલે કે, એક દિવસમાં 4 હજાર કેસ વધી ગયા. મોતનો આંકડો પણ સીધો 200 પર પહોંચ્યો હતો. દેશમાં 1765 દર્દીઓની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

બેલ્જિયમમાં કર્ફયૂ

તમામ વિરોધોની વચ્ચે બેલ્જિયમ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે પીછેહટ કરીશું નહીં અને સોમવારથી દેશમાં નેશનલ લોકડાઉન કરતાં પણ વધુ કડક કર્ફયૂ લગાવવામાં આવશે. કોઈ પણ ઘરમાં એકઠી વધુ મહેમાન જઈ શકશે નહીં અને આ બાબતની જાણકારી હેલ્થ ઓથોરીટીને પણ જણાવવી પડશે. સ્કૂલોમાં પરીક્ષાઓ 15 નવેમ્બર સુધી ટાળવામાં આવી છે. વર્ક ફ્રોમ હોમ જ કરવામાં આવશે. સરકારી અધિકારીઓ અને સ્ટાફને ઓફિસે જવાની મંજૂરી આપવામાં આવશે. પણ, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ.

ઈંગ્લેન્ડમાં પણ લોકડાઉન

બેલ્જિયમ અને અન્ય યુરોપિય દેશોની જેમ ઈંગ્લેન્ડમાં પણ લોક ડાઉનની તૈયારીઓ થઈ ગઈ છે. તે આગામી સપ્તાહથી લાગુ કરવામાં આવશે. પણ તેની સત્તાવાર જાહેરાત બાદમાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે પીએમ બોરીસ જોનસનની પાર્ટીના કેટલાક લોકો તેનો વિપક્ષ સાથે વિરોધ કરી રહ્યા છે. પરંતુ, મીડિયા અહેવાલોએ કહ્યું કે જોનસનને તેના સલાહકારના અભિપ્રાયને પ્રાધાન્ય આપ્યું છે. અહીં 24 કલાકમાં 274 નવા કેસ નોંધાયા જ્યારે 274 લોકોનાં મોત નીપજ્યાં.

યુરોપિયન દેશો દ્વારા પ્રયાસ

યુરોપિયન દેશોમાં એક દેશના દર્દીઓ બીજા દેશની હોસ્પિટલોમાં સ્થળાંતર કરી શકશે. આ માટે સ્પેશિયલ ફંડ ટ્રાન્સફર યોજના પણ શરૂ કરવામાં આવી છે. તેના વિશે યુરોપિયન દેશોએ સમજૂતી કરી છે. ફ્રાન્સ અને જર્મની ઉપરાંત સ્પેનમાં પણ નવા કેસ તેજ ગતિથી વધી રહ્યા છે, જેના કારણે સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. દર્દીઓને ટ્રાન્સફર કરવાનું યુરોપીયન દેશોમાં મુશ્કેલ પણ નહીં થાય કેમ કે મોટાભાગના દેશો નાના છે અને તેની ઓપન બોર્ડર છે. રોડ-રસ્તા દ્વારા પણ એક દેશમાથી બીજા દેશમાં સરળતાથી જઈ શકાય છે. ઇયુ કમિશનના વડા વોન ડેર લેને કહ્યું કે- સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને તેની સામેની લડાઈમાં સહયોગ પણ ખુબ જ જરૂરી છે. અમે પ્રયાસ કરીએ છીએ કે આરોગ્ય વિભાગ પહેલાની જેમ મજબૂતાઈથી કામ કરતું રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here