Monday, September 20, 2021
Homeરામગઢ અને રાજપીપળાને જોડતો કરજણપુલ બેસી પડતા આજથી બંધ કરાયો
Array

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણપુલ બેસી પડતા આજથી બંધ કરાયો

ગઈ કાલે રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણનદી પરનો વચ્ચેથી પુલ બેસી પડતા વહેતા થયેલા અમારા સમાચાર અહેવાલની મોટી અસર થઈ હતી અને પડઘો પડ્યો હતો. આજે વધુ બીજે દિવસે વધુ બે પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની.

બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો. જેને કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. અને આજથી આ  પુલને બંધ કરવામાં આવ્યો હતો.

જોકે ફોર વીલર અને ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી. અમે માત્ર દ્વિચક્રી વાહનો માટે પુલ ચાલુ રખાયો હતો. આજે માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની બન્ને સાઇડે બેરિકેડ અને રેલિંગ સળિયા મારી મોટાં વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયો હતો.

જોકે આજે બીજે દિવસે વધુ બે પિલ્લરોને નુકશાન થતા જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની હતી. અને બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો. ગઈ કાલે પુલ બેસી ગયો હોવા છતાં ભારે વાહનોના લોડને કારણે આજે બીજા બે પિલ્લરને પણ નુકશાન થયું હતું. આમ પુલનું કામ તકલાદી હોવાનું પુરવાર થયું હતું.

માંડ છ મહિના પહેલા લોકર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલના તકલાદી બાંધકામ સામે  ફરી સવાલો ઉઠ્યા હતા. વચ્ચેથી બેન્ડ થઈ ગયેલા પુલના તકલાદી કામની તપાસ અને સમાર કામની માંગ ઉઠી છૅ. સરકાર કરોડોના ખર્ચે નવા પુલ બનાવે છૅ પણ ગુણવત્તા ન જળવાતા ભ્રષ્ટાચાર અને ખાયકીને કારણે નબળા પુલ બનતા હોય છૅ ત્યારે આની સઘન તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છૅ.

રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથી આજે અચાનક  બેન્ડ વળી ગયો હતો. અને જેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામનું કામ કઈ એજન્સી અને ક્યાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું? તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદેસરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું  જોઈએ.

સાંસદ મનસુખ ભાઈ પોતે આ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ કરે. તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો? તેની  તાત્કાલિક તપાસ કરાવે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.

 

રિપોર્ટર : દીપક જગતાપ, CN24NEWSરાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments