કેબીસીમાં જોવા મળશે 6 લાખ લોકોના જીવનમાં હરિયાળી ફેલવનાર મહિલા.

0
0

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરી રહ્યા છે. ત્યારે આ વખતે શો કોન બનેગા કરોડપતિમાં કર્મવીર કંટેસ્ટન્ટ તરીકે અમલા રૂઈયા આવશે. હાલ તો શોનો પ્રોમો વીડિયો આવી ગયો છે. આ મહિલા ઉત્તર પ્રદેશમાં જન્મેલ રાજસ્થાનનાં ૫૧૮ કરતાં પણ વધારે ગામોનું નસીબ બદલી ચૂકી છે. અમલાને ૧૯૯૯, ૨૦૦૦ અને ૨૦૦૩ના દુષ્કાળે દુ:ખી કરી દીધી હતી. અને ત્યારબાદ જ તેમણે ‘આકાર ચેરિટેબલ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી.

અમલાની કામગીરીની વાત કરીએ તો તેણે વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા સંખ્યાબંધ ચેકડેમ બનાવ્યા અને ૨ લાખ કરતાં પણ વધારે લોકોની પાણીની સમસ્યા હલ કરી નાખી. અમલાએ શોમાં જણાવ્યું કે, બેંગલોર, અમદાવાદ અને દિલ્હી આ ઝીરો વૉટર લેવલ તરફ આગળ વધી રહ્યાં છે. અમલાને કર્મવીર રૂપે બતાવતો આ એપિસોડ શુક્રવારે આવશે. કોન બહેગા કરોડપતિની આ સીઝનમાં અત્યાર સુધીમાં બે લોકો કરોડપતિ બની ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here