અપકમિંગ : કિઆ સેલ્ટોસ ઇલેક્ટ્રિક મોટર સાથે આવી રહી છે, ફુલ ચાર્જ પર 400 કિમી ચાલશે

0
10

દિલ્હી. કોરિયન કાર ઓટોમોબાઇલ કંપની કિયાએ ઇન્ડિયન માર્કેટમાં સેલ્ટોસ સાથે એન્ટ્રી કરી હતી. આ કારને શોર્ટ પિરિઅમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. પોપ્યુલર થઈ રહેલી કારને ધ્યાનમાં રાખીને કંપની આ કારનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ કોમ્પેક્ટ SUVને કંપની સૌપ્રથમ ચીનમાં લોન્ચ કરશે. ત્યાબાદ એશિયન માર્કેટમાં આ કાર લોન્ચ કરાશે. ભારતમાં આ કારની લોન્ચિંગ માટે કંપનીએ કોઈ ટાઇમલાઇન નથી આપી.

400 કિમીની રેન્જ મળશે

આ કારમાં 64kWhની બેટરી મળશે. કારની ઇલેક્ટ્રિક મોટર 204bhp પાવર જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર આ કાર 400 કિમી સુધી ચાલી શકે છે.

ગયા વર્ષે લોન્ચ થઈ હતી

કંપનીએ ઓગસ્ટ 2019 કિઆ સાથે ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. આ કારને ભારતમાંશાનદારરિસ્પોન્સ મળ્યો. સેલ્ટોસમાં આપવામાંઆવેલું 1.4 લિટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 138hp પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનના ઓપ્શન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here