અપડેટ : કિઆ સેલ્ટોસ SUV અપડેટ કરાશે, બેઝ વેરિઅન્ટમાં જ એડવાન્સ્ડ ફીચર્સ ઉમેરાશે

0
22

દિલ્હી. . Kia Motors દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં સેલ્ટોસ SUV લોન્ચ કરવામાં આવી હતી, જે ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર થઈ છે. કંપની ટૂંક સમયમાં જ કિઆ સેલ્ટોસને અપડેટ કરવાની તૈયારી કરી રહી છે. આ વાતનો ખુલાસો ઇન્ટરનેટ પર લીક થયેલા ડોક્યૂમેન્ટ્સમાંથી થયો છે. લીક થયેલા ડોક્યુમેન્ટમાં જણાવ્યા અનુસાર, 2020 કિઆ સ્લોટસમાં મોટાભાગની અપડેટ તેના ફીચર્સ લિસ્ટમાં જોવા મળશે. આ સાથે અપડેટ થયેલી કારની કિંમતમાં પણ વધારો થયેલો જોવા મળી શકે છે. જો કે, હજી કંપનીએ આ વિશે ઓફિશિયલી કોઈ જાહેરાત નથી કરી.

ફીચર્સ

લીક થયેલા ડોક્યૂમેન્ટમાં જાણવા મળ્યું છે કે, હવે સેલ્ટોસના HTE વેરિઅન્ટથી ફ્રંટ અને રિઅર USB ચાર્જિંગ અને ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ ફીચર્સ મળશે. તેનો અર્થ એ કે હવે આ ફીચર્સ તેના તમામ વેરિઅન્ટ્સમાં મળશે. બીજીબાજુ, HTK+ વેરિઅન્ટમાં લેધર ફિનિશ ગિયર નોબ, ડાયનેમિક પેટર્ન સાથે ગ્લોસ બ્લેક ડેશબોર્ડ, ડ્યુઅલ મફલર ડિઝાઇન અને કી-FOBના ઉપયોગથી રિમોટ એન્જિન સ્ટાર્ટ ફીચર સામેલ કરવામાં આવ્યાં છે.

અપડેટેડ કિઆ સેલ્ટોસના HTX અને HTX+ વેરિઅન્ટમાં Kiaના લોકો સાથે મેટલ સ્કફ પ્લેટ મળશે. HTX, HTX+, GTX અને GTX+ વેરિઅન્ટમાં એસી કનટ્રોલ પેનલ અને ગ્રેબ હેન્ડલ પર ગાર્નિશ જોવા મળશે. HTX અને GTX વેરિઅન્ટ્સમાં ઇલેક્ટ્રિક સનરૂફ અને LED રૂમ લેમ્પ પણ સામેલ કરવામાં આવ્યા છે.

નવા AI વોઇસ કમાન્ડ ફીચર્સ

કિઆમોટર્સ તેની આ પોપ્યુલર SUVમાં નવા AI વોઇસ કમાન્ડ ફીચર્સ પણ આપશે, જેમાંહેલો કિઆ વેક અપ કમાન્ડ., ક્રિકેટ સ્કોર સર્ચ અને ઇન્ડિયન હોલિડે ઇન્ફો વગેરે સર્ચ વગેરે સામેલ છે. કંપની HTX+ અને GTX+ વેરિઅન્ટ્સ પર ડ્યુઅલ ટોન એક્સટિરિયર કલર સ્કીમ રજૂ કરશે. આ ઉપરાંત, GTX+ વેરિઅન્ટમાં રેડ સ્ટિચિંગ સાથે બ્લેક ઇન્ટિરિયર કલર સ્કીમ મળશે.

મિકેનિકલ ફેરફાર નહીં થાય

કિઆ સેલ્ટોસના અપડેટેડ મોડેલમાં મિકેનિકલ ફેરફાર થવાની શક્યતા નથી. SUVમાં અત્યારની જેમ જ 1.5 લિટર પેટ્રોલ, 1.4 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન ઓપ્શન હશે. 1.5 લિટરવાળા પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. આ ઉપરાંત, પેટ્રોલ એન્જિન સાથે CVT અને ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ છે. તેમજ, 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 7 સ્પીડ DCT યૂનિટથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here