18 સપ્ટેમ્બરે કિઆ સોનેટ લોન્ચ થશે, 10.25 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે; જાણો તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

0
18

સાઉથ કોરિયન કંપની કિઆ મોટર્સ તેની ન્યૂ સબકોમ્પેક્ટ SUV સોનેટ 18 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. જોકે કંપનીએ તેની કિંમત પર રહસ્ય જ રાખ્યું છે. લોન્ચિંગ પહેલાં જ કંપનીએ તેનું ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ શરૂ કર્યું છે. ગ્રાહકો 25 હજાર રૂપિયાની ટોકન અમાઉન્ટ આપી કાર બુકિંગ કરાવી શકશે.

શા માટે કિઆ સોનેટ ખાસ

કિઆ મોટર્સ ઈન્ડિયાના MD અને CEO, કૂકૂન સિમે કહ્યું કે, ‘ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જ્યાં સોનેટનું વેચાણ પહેલાં શરૂ થશે. અમે તેનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે અને અમને વિશ્વાસ છે કે આ SUVનું દેશમાં સારી રીતે સ્વાગત થશે. કિઆ સોનેટને આંધ્રપ્રદેશમાં કંપનીના અનંતપુર પ્લાન્ટમાં બનાવવામાં આવી છે. આ કાર ભારતથી મધ્ય-પૂર્વ, આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયા સહિત 70થી વધુ માર્કેટમાં નિકાસ કરવામાં આવશે.

કિઆ સોનેટનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • સેલ્ટોસની જેમ કિઆ સોનેટ પણ ડ્યુઅલ ટ્રિમ કોન્સેપ્ટ સાથે આવશે. તેમાં 4.2 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેની સાથે ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, સનરૂફ પણ આપવામાં આવ્યું છે.
  • તેમાં નેવિગેશન અને લાઇવ ટ્રાફિક જેવાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે. વાઇરસ પ્રોટેક્શન સાથે એર પ્યૂરિફાયર પણ મળશે. આ SUVમાં વાયરલેસ ચાર્જર, રિમોટ એન્જિન સ્ટાર્ટ, મલ્ટિ ડ્રાઇવ વગેરે ફીચર્સ પણ આપવામાં આવશે.
  • સોનેટમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે સબ 4 મીટર કેટેગરીમાં સૌથી મોટી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. કાર UVO કનેક્ટેડ ટેક્નોલોજીથી સજ્જ છે, જેમાં 57 કનેક્ટેડ ફીચર્સ સામેલ છે.
  • આ કાર વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટવાળી તેના સેગમેન્ટની પહેલી કાર છે. આ ઉપરાંત, તેમાં 6 સ્પીડ MT સાથે ઓપ્શનલ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે કોઈ બીજી કારમાં નથી.
  • સેલ્ટોસની જેમાં તેમાં LED સાઉન્ડ મૂડ લાઇટ્સ આપવામાં આવી છે, જે મ્યૂઝિકના બીટ્સ અનુસાર બદલાય છે. તેમાં રિઅર પાર્કિંગ સેન્સર સાથે ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ મળશે.
  • સોનેટમાં 2 પેટ્રોલ એન્જિન 1.2 લિટર 4 સિલિન્ડર અને 1.0 લિટર GDi ટર્બો પેટ્રોલ એન્જિન પણ મળશે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે કનેક્ટ કરી શકાય છે.
  • સોનેટ કુલ 10 કલર વેરિઅન્ટમાં લોન્ચ થશે, જેમાં બેઝ ગોલ્ડ, ઇન્ટેલિજન્સી બ્લૂ, અરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સિવ રેડ, ગ્રેવિટી ગ્રે, સ્ટિલ સિલ્વર, ગ્લેશિયર વ્હાઇટ પર્લ, બેઝ ગોલ્ડ + અરોરા બ્લેક પર્લ, ગ્લેશિયર વ્હાઇટ પર્લ + અરોરા બ્લેક પર્લ, ઇન્ટેન્સિવ રેડ + અરોરા બ્લેક પર્લ સામેલ છે.
  • આ કારની એક્સ શોરૂમ કિંમત 8 લાખથી 12 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યૂ અને મહિન્દ્રા XUV300 સાથે થઈ શકે છે.

કિઆ સોનેટની બુકિંગ પ્રોસેસ

ઓફલાઇન બુકિંગ પ્રોસેસઃ જો તમે આ સબકોમ્પેક્ટ SUV ઓફલાઇન બુક કરવા માગતા હો તો તમે તમારી નજીકના કિઆના શોરૂમ પર જઇને તેનું બુકિંગ કરાવી શકો છો.
તેના માટે તમારે 25 હજા રૂપિયાની ટોકન અમાઉન્ટ આપવી પડશે. જો તમે બુકિંગ કેન્સલ કરાવશો તો સંપૂર્ણ પૈસાનું રિફંડ મળશે. બુકિંગ દરમિયાન કલર ઓપ્શન અને વેરિઅન્ટ પણ સિલેક્ટ કરી શકાય છે.

ઓનલાઇન બુકિંગ પ્રોસેસઃ તેના માટે તમે ઓફિશિયલ લિંક www.kia.com/in/our-vehicles/sonet/showroom.html પર જાવ. અહીં પ્રિ-બુકિંગના ઓપ્શન પર ક્લિક કરો. હવે કંપની દ્વારા પૂછવામાં આવનારી તમામ ડિટેલ્સની જાણકારી આપો ત્યારબાદ સાઇનઅપ કરીને 25 હજાર રૂપિયાનું પેમેન્ટ કરો. જો બુકિંગ કેન્સલ કર્યું તો કુલ અમાઉન્ટમાંથી 250 રૂપિયા કાપી લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here