મહારાષ્ટ્ર : કાતિલ આશિકે એસિડ ફેક્યા બાદ પ્રેમિકાને જીવતી સળગાવી : સારવાર દરમિયાન મોત

0
9

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક સનસની મામલો સામે આવ્યો છે. દિવાળીના દિવસે એક સનકી આશિકે તેની પ્રેમિકા પર એસિડ ફેંકી જાન લઇ લીધી, એટલું જ નહીં પુરાવા નાશ કરવા સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરંતુ તે જાણી શકાયું નથી કે આરોપીએ ખોફનાક પગલું કેમ ભર્યું ? ખૂની સનકી આશિક હાલ ફરાર છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીની ઓળખ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના શેલગાંવની રહેવાસી તરીકે થઈ છે, જ્યારે આરોપીની ઓળખ અવિનાશ રાજુરે (25) તરીકે થઈ છે. યુવતી આરોપી સાથે પુણેથી તેના શહેર જઇ રહી હતી, ત્યારે યુવકે રસ્તામાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

શુક્રવારે સાંજે એક યુવક સાથે પુણેથી પોતાના ઘરે જવા નિકળી હતી. યુવક મોડી રાત્રે 3 વાગ્યે એક નિર્જન જગ્યાએ લઈ ગયો, ત્યાં તેના પર એસિડ અને પેટ્રોલ છાટીને સળગાવી દીધી.

પોલીસે જણાવ્યું હતું કે 11 કલાક પછી બપોરે 2 વાગ્યે પોલીસને સૂચના મળી હતી. ત્યાર પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતી સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આરોપીની ઓળખ થઈ ગઈ છે, તેનું નામ ઓળખ અવિનાશ રાજુરે છે. હાલ તે ફરાર છે.

પોલીસે જણાવ્યું કે મરતા પહેલા યુવતીએ નિવેદન નોંધાવ્યું હતું, પરંતુ તે વધારે જણાવી શકી નથી. આરોપીઓ સામે IPC કલમ 326A અને 307 મુજબ કેસ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here