2019માં વિશ્વભરમાં 49 પત્રકારોની હત્યા, લોકશાહી દેશોમાં પત્રકારોની હત્યા ચિંતાનો વિષય

0
19

વર્ષ 2019માં વિશ્વભરમાં 49 પત્રકારોની હત્યા કરવામાં આવી છે. છેલ્લા 16 વર્ષોમાં આ સંખ્યા સૌથી ઓછી છે પરંતુ લોકશાહી દેશોમાં પત્રકારોની હત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. પેરિસના એક સંગઠને જણાવ્યું છે કે, અમથી મોટા ભાગના પત્રકારો યમન, સીરિયા અને અફઘાનિસ્તાનમાં થયેલા હિંસાના રીપોર્ટીંગ દરમિયાન માર્યા ગયા છે. જે બતાવે છે કે પત્રકારત્વ એક જોખમી વ્યવસાય છે.

સંગઠને કહ્યું કે છેલ્લા બે દાયકામાં દર વર્ષે સરેરાશ 80 પત્રકારોએ જીવ ગુમાવ્યો છે. તેના વડા ક્રિસ્ટોફ ડાલ્લોયરે કહ્યું કે શાંતિપ્રેમી દેશોમાં પત્રકારોની હત્યાની ઘટનાઓ પણ જોખમની ઘંટડી છે, કેમ કે માત્ર મેક્સિકોમાં જ 10 પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે ‘લેટિન અમેરિકામાં કુલ 14 પત્રકારોની હત્યા કરવામાં આવી, જે પશ્ચિમ એશિયા જેટલું જ ખતરનાક બની ગયું છે.’

ક્રિસ્ટોફ ડાલ્લોયરે કહ્યું હતું કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પત્રકારોની સંખ્યામાં નોંધાયેલ ઘટાડો આનંદની વાત છે પરંતુ ‘લોકશાહી દેશોમાં મોટાભાગના પત્રકારોને તેમના કામ માટે લક્ષ્‍યાંક બનાવવામાં આવી રહ્યા છે, જે લોકશાહી માટે મોટો પડકાર છે’. પત્રકારોની હત્યાનો ગ્રાફ ભલે નીચે આવ્યો હોય પરંતુ ઘણા પત્રકારો જેલની સજા પણ ભોગવી રહ્યા છે.

વર્ષ 2019 માં, લગભગ 389 પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જે પાછલા વર્ષ કરતા 12 ટકા વધુ છે. તેમાંથી અડધા ચીન, ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં કેદ છે. વિશ્વભરમાં 57 પત્રકારોને પણ કેદ કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના સીરિયા, યમન, ઇરાક અને યુક્રેનમાં બંધક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here