પ્રાંતિજ : કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રી દરમ્યાન વેશભુષા કાર્યક્રમ યોજાયો.

0
72

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં જગત જનની માં જગદબા નું આરાધના પર્વ નવરાત્રી શ્રાધ્ધ ઉમંગ ભેર ઉજવાઇ રહી છે ત્યારે છટા નોરતે પ્રાંતિજ ખાતે રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વેશભુષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વચ્છતા સાથે ટ્રાફિક ના નિયમો નું પાલન કરતી થીમ પર ખૈલયા ઓ ગરબે રમતા જોવા મલ્યા હતાં.

બાઇટ : ચેતનભાઇ પટેલ

સ્વચ્છતા અભિયાન તથા ટ્રાફિક ના નિયમો નું પાલન કરતી થીમ પર ખૈલયાઓ રમ્યા ગરબા  .

હિન્દુ મુસ્લીમ કોમી એકતાનું પ્રતિક પણ જોવા મલ્યુ.

સાંઇ બાબા , નરેન્દ્ર મોદી , ક્રિકેટર , શહિદ ભગત સિંહ , ર્ડાકટર જેવા આબેહૂબ વેશભુષા સાથે ખૈલયા ઓ ગરબે ઘૂમતા નજરે પડયા .

 

નવલી નવરાત્રી માં બે દિવસ પછી ના વરસાદી વિરામ સાથે નવરાત્રી નો રંગ જામ્યો છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકા માં નવરાત્રી નો રંગ જામ્યો છે ત્યારે પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજ તથા અન્ય સમાજ તથા લોકો ને સંદેશ આપતી થીમ પર ગરબા ની રમઝટ બોલાવતા નજરે પડયા હતાં અને સ્વચ્છતા તથા પ્લાસ્ટિક બેગ અંગે જન જાગૃતિ નો આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ અનુકરણીય છે તો ટ્રાફિક ના નિયમો નું પાલન કરવાની સ્ટાઈલ પર ગરબા રમવામાં આવ્યા હતાં.

 

જેમાં યુવતી ઓ સિસોટી અને હાથમાં લાકડી વડે ટ્રાફિક નિયમો નું પાલન કરવા પર ભાર મુકી તેનું પાલન કરવા માટે સંદેશ આપતાં ગરબા રમતાં જોવા મળી હતી તો બીજી તરફ ગરબા ખૈલાકો માં યુવાઓ પણ હેલ્મેટ પહેરી ને ગરબા ગાતાં જોવાં મળ્યા હતાં તો નવરાત્રી ચોક માં બાઇક સાથે હેલ્મેટ પહેરી ને કેટલાક યુવકો નજરે પડયા હતાં અને ટ્રાફિક ના નિયમો નું પાલન કરવાના ઉત્તમ સંદેશ સાથે ખૈલયા ઓ મન મુકીને ગરબા રમાય હતાં.

તો બીજી તરફ હિન્દુ મુસ્લીમ એકતા પણ નવરાત્રી દરમ્યાન જોવા મળી અને વેશભુષા કાર્યક્રમ દ્વારા મુસ્લીમ સમાજ ની મહિલા ઓ તથા ભાઇઓ ગરબા ગાતાં જોવાં મળ્યા હતાં અને ભગવાન સાંઇ બાબા થી લઇને દેશ ના વિર શહીદો તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  , ક્રિકેટર તથા ડાર્કટર તથા ભારત માં રહેતાં વિવિધ જ્ઞાતિ કોમના લોકો ની ઝાંખી પણ અહીં જોવાં મળી હતી તો.

બાઇટ : બ્રિજેશ પટેલ

 

બીજી તરફ ગરબા ની રમવાની ક્ષણ ને યાદગીરી રૂપે રાખવા માટે નુવાધન ને યાદગીરી રૂપે રાખવા માટે યુવાધન ને સહુ કોઈ સેલ્ફી લેતા નજરે પડી રહ્યાં હતાં તો ભાજપ નો ઝંડો પણ નવરાત્રી માં લહેરાતો જોવાં મલ્યો હતો તો હવે નવરાત્રી ના આડે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે હાલતો ખૈલયાઓ મન મુકીને ગરબે ઘુમતા નજરે પડયા હતાં અને એક મીનીટ પણ બગાડવા માંગતા ના હોય તેમ વિવિધ થીમ અને ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબા ગાતાં જોવાં મળ્યા હતાં.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here